હોમ પેજ / રેસિપી / વેજ. મકખનવાલા

Photo of Veg. Makhanwala by Purvi modi at BetterButter
863
0
0.0(0)
0

વેજ. મકખનવાલા

Dec-19-2018
Purvi modi
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજ. મકખનવાલા રેસીપી વિશે

રેડ ગ્રેવી માં બનતી આ સબ્જી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી ટૈગ

  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. તેલ+બટર ૨+૪ ટી સ્પૂન
  2. લીલા વટાણા ૩-૪ ટેબલસ્પૂન
  3. સમારેલું ફ્લાવર ૩-૪ ટેબલસ્પૂન
  4. સમારેલું ગાજર ૩-૪ ટેબલસ્પૂન
  5. સમારેલી ફણસી ૩-૪ ટેબલસ્પૂન
  6. સમારેલું કેપ્સીકમ ૩-૪ ટેબલસ્પૂન
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. કાશ્મીરી લાલ મરચું પાઉડર ૧ ટેબલસ્પૂન
  9. કીચનકીગ મસાલો ૧ ટેબલસ્પૂન
  10. ખાંડ ૧ ટી સ્પૂન
  11. મલાઈ અથવા ફ્રેશ ક્રીમ ૧ ટેબલસ્પૂન
  12. કસૂરી મેથી ૨ ટી સ્પૂન
  13. ગ્રેવી માટે:-
  14. તેલ ૨-૩ ટી સ્પૂન
  15. સમારેલી ડુંગળી ૨
  16. લસણની કળી ૬-૭
  17. સમારેલા ટામેટા ૨
  18. કાજુ ૭-૮
  19. મગસ્તળી ૨ ટેબલસ્પૂન
  20. તજના નાના ટુકડા ૨
  21. લવિંગ ૩
  22. લીલી ઈલાયચી ૨
  23. મોટી ઈલાયચી ૧
  24. કાશ્મીરી સૂકા લાલ મરચા ૨

સૂચનાઓ

  1. ગ્રેવી માટે એક કઢાઈમાં તેલ ગરમ કરો.
  2. તેમાં તજ, લવિંગ, લીલી ઈલાયચી, મોટી ઈલાયચી, સૂકા લાલ મરચા ઉમેરો.
  3. હવે તેમાં સમારેલી ડુંગળી, લસણની કળી, સમારેલાં ટામેટાં, કાજુ અને મગસ્તળી ઉમેરો.
  4. હળદર અને ગ્રેવી જેટલું મીઠું ઉમેરો.
  5. ટામેટા ગળે ત્યાં સુધી સાંતળો.
  6. ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડું થવા દો. ત્યારબાદ તેને મિક્સરમાં પીસી લો.
  7. હવે એક નોનસ્ટિક કઢાઈમાં તેલ અને બટર ગરમ કરો.
  8. ગરમ થાય એટલે તેમાં બધાજ સમારેલા શાકભાજી ઉમેરી ઢાંકણ ઢાંકી ચઢવા દો.
  9. શાકભાજી અધકચરા ચઢી જાય એટલે તેમાં તૈયાર કરેલી ગ્રેવી ઉમેરીને બરાબર મિક્સ કરો.
  10. મીઠું ( શાકભાજી જેટલું), કાશ્મીરી લાલ મરચું પાઉડર, ખાંડ, કિચન કિંગ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરો.
  11. મલાઈ અને કસૂરી મેથી ઉમેરો.
  12. હવે લગભગ ૧ કપ જેટલું પાણી ઉમેરીને ઢાંકીને ૫-૭ મિનિટ સુધી થવા દો.
  13. મજેદાર વેજ મકખનવાલા તૈયાર છે જેને કુલચા અથવા પરાઠા સાથે પરોસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર