હોમ પેજ / રેસિપી / પાલક ખીચડી

Photo of Palak Khichdi by Rupa Thaker at BetterButter
771
6
0.0(0)
0

પાલક ખીચડી

Dec-19-2018
Rupa Thaker
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક ખીચડી રેસીપી વિશે

ખુબજ હેલ્થી અને ટેસ્ટી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • પીસવું
  • બાફવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૩૦૦ ગ્રામ પાલક
  2. ૨ ટમેટા
  3. ૨ ડુંગળી
  4. ૫ કળી લસણ
  5. ૧ લીલુ મરચું
  6. ૧ વાટકો ચોખા
  7. ૧/૨ વાટકી મગની દાળ
  8. ૧/૨ ચમચી હળદર
  9. ૧ ચમચી ધાણાજીરુ
  10. ૧/૨ ચમચી ગરમમસાલો
  11. ૧/૨ ચમચી લાલ મરચું
  12. ૧ ચમચી આખુ જીરું
  13. ૫ ચમચી ઘી
  14. ચપટી હીંગ
  15. જરૂર મુજબ પાણી

સૂચનાઓ

  1. દાળ અને ચોખા ને મિક્સ કરી ૨-૩ પાણી થી ધોઈ લેવા, કુકર મા ૨ ચમચી ઘી મુકી જીરું અને હીંગ નાખી દાળ ચોખા નાખી હળદર અને મીઠુ ઉમેરવુ હલાવવું ૧ ગ્લાસ પાણી નાખી ૪ સીટી વગાડવી
  2. પાલક ને ધોઈ બાફી લેવી પછી મિક્સરમાં પીસવી
  3. ૧ ડુંગળી અને ૨ ટમેટા ૨ લસણ અને લીલુ મરચુ નાખી ગ્રેવી બનાવવી
  4. પછી લોયા મા ૩ ચમચી ઘી મુકી ૩ કળી લસણ ના ટુકડા નાખવા ૧/૨ ચમચી જીરું અને હીંગ નાખી એક ડુંગળી ઝીણી સમારેલી નાખવી અને ૨ મિનિટ ધીમે તાપે રાખવું અને પછી ડુંગળી ટમેટા ની ગ્રેવી અને પાલક ની ગ્રેવી નાખવી પછી બધો મસાલો નાખી ૨ મિનિટ સુધી ધીમે તાપે હલાવવું
  5. છેલ્લે ખીચડી મિક્સ કરી ૨ મીનીટ ધીમે તાપે રાખી ગરમ ગરમ પાલક ખિચડી વેજીટેબલ રાયતા અને પાપડ સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર