પનીર પાઉભાજી | Paneer Pav Bhaji Recipe in Gujarati

ના દ્વારા Rupa Thaker  |  19th Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Paneer Pav Bhaji by Rupa Thaker at BetterButter
પનીર પાઉભાજીby Rupa Thaker
  • તૈયારીનો સમય

    10

    મીની
  • બનાવવાનો સમય

    15

    મીની
  • પીરસવું

    3

    લોકો

3

0

પનીર પાઉભાજી વાનગીઓ

પનીર પાઉભાજી Ingredients to make ( Ingredients to make Paneer Pav Bhaji Recipe in Gujarati )

  • ૪ બટેટા
  • ૧૦૦ ગ્રામ ફ્લાવર
  • ૧/૨ વાટકી લીલા વટાણા
  • ૧ કેપ્સીકમ
  • ૨ ડુંગળી
  • ૩ ટમેટા
  • ૧ લીલુ મરચું
  • ૩ કળી લસણ
  • ૧/૨ બીટ
  • ૫૦ ગ્રામ પનીર
  • ૧૦-૧૨ ફાડા કાજુ
  • ૨ ચીઝ ક્યુબ
  • ૩ ચમચી ઘી
  • ૧ ૧/૨ ચમચી લાલ મરચું
  • ૧ ચમચી પાઉભાજી મસાલો
  • ૧/૨ ચમચી કાશ્મીરી લાલ મરચું
  • મીઠુ સ્વાદ મુજબ
  • ૨ ચમચી સમારેલી કોથમીર
  • જરૂર મુજબ પાણી

How to make પનીર પાઉભાજી

  1. સૌ પ્રથમ કુકર મા ફ્લાવર, વટાણા અને બટેટા ને ૪ સીટી એ બાફવા
  2. બફાયા પછી તેનો છુંદો કરવો
  3. ટમેટા, ડુંગળી, લીલુ મરચું, લસણ અને બીટ નો નાનો ટુકડો બધુ મિક્સરમાં પીસી ગ્રેવી તૈયાર કરવી
  4. એક લોયા મા ઘી મુકી ગરમ થાય એટલે તેમાં જીણુ સમારેલ કેપ્સીકમ નાખવુ ૨ થી ૩ મીનીટ સાતળવુ પછી તેમા ગ્રેવી નાખી બધો મસાલો નાખી હલાવવું
  5. પનીર ના ટુકડા અને ૧૦ ફાડા કાજુ ને તેલ મા તળવા ,પછી તેને પણ મીક્સ કરવા,
  6. બફાયેલા શાકભાજી મા ચીઝ ક્યુબ નાના ટુકડા નાખવા પછી બધુ લોયા મા મિક્સ કરી ૫ મિનિટ સુધી ધીમે રાખવું
  7. હવે ભાજી ઉપર ધાણા ભભરાવી ગરમાગરમ પાઉ કે બ્રેડ સાથે સર્વ કરો

Reviews for Paneer Pav Bhaji Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો