હોમ પેજ / રેસિપી / પનીર પાઉભાજી

Photo of Paneer Pav Bhaji by Rupa Thaker at BetterButter
816
3
0.0(0)
0

પનીર પાઉભાજી

Dec-19-2018
Rupa Thaker
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર પાઉભાજી રેસીપી વિશે

આ પાઉભાજી પનીર અને ચીઝ નો ઉપયોગ કરેલ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • પીસવું
  • બાફવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. ૪ બટેટા
  2. ૧૦૦ ગ્રામ ફ્લાવર
  3. ૧/૨ વાટકી લીલા વટાણા
  4. ૧ કેપ્સીકમ
  5. ૨ ડુંગળી
  6. ૩ ટમેટા
  7. ૧ લીલુ મરચું
  8. ૩ કળી લસણ
  9. ૧/૨ બીટ
  10. ૫૦ ગ્રામ પનીર
  11. ૧૦-૧૨ ફાડા કાજુ
  12. ૨ ચીઝ ક્યુબ
  13. ૩ ચમચી ઘી
  14. ૧ ૧/૨ ચમચી લાલ મરચું
  15. ૧ ચમચી પાઉભાજી મસાલો
  16. ૧/૨ ચમચી કાશ્મીરી લાલ મરચું
  17. મીઠુ સ્વાદ મુજબ
  18. ૨ ચમચી સમારેલી કોથમીર
  19. જરૂર મુજબ પાણી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ કુકર મા ફ્લાવર, વટાણા અને બટેટા ને ૪ સીટી એ બાફવા
  2. બફાયા પછી તેનો છુંદો કરવો
  3. ટમેટા, ડુંગળી, લીલુ મરચું, લસણ અને બીટ નો નાનો ટુકડો બધુ મિક્સરમાં પીસી ગ્રેવી તૈયાર કરવી
  4. એક લોયા મા ઘી મુકી ગરમ થાય એટલે તેમાં જીણુ સમારેલ કેપ્સીકમ નાખવુ ૨ થી ૩ મીનીટ સાતળવુ પછી તેમા ગ્રેવી નાખી બધો મસાલો નાખી હલાવવું
  5. પનીર ના ટુકડા અને ૧૦ ફાડા કાજુ ને તેલ મા તળવા ,પછી તેને પણ મીક્સ કરવા,
  6. બફાયેલા શાકભાજી મા ચીઝ ક્યુબ નાના ટુકડા નાખવા પછી બધુ લોયા મા મિક્સ કરી ૫ મિનિટ સુધી ધીમે રાખવું
  7. હવે ભાજી ઉપર ધાણા ભભરાવી ગરમાગરમ પાઉ કે બ્રેડ સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર