હોમ પેજ / રેસિપી / છોલે મસાલા

Photo of Chhole Masala by Purvi Patel at BetterButter
436
0
0.0(0)
0

છોલે મસાલા

Dec-19-2018
Purvi Patel
20 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

છોલે મસાલા રેસીપી વિશે

જયારે પણ પંજાબી રસોઈ ની વાત આવે એટલે છોલે નો ઉલ્લેખ થાય જ છે. પંજાબી છોલે વગર પંજાબી રસોઈ અધુરી ગણાય છે.આ વાનગી ની સવાર ના નાસ્તા માં કે બપોર ના ભોજન માં કે રાત ના ભોજન માં પણ લિજ્જત મણાય છે.અહી મેં પંજાબ ના અમ્રીત્સર ના પ્રસિધ્ધ છોલે રજુ કર્યા છે. આ વાનગી સાથે પરોઠા કે ભટુરા પીરસી શકાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • સાંતળવું
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 4

  1. છોલે ૨૫૦ gm પલાળેલા અને બાફેલા
  2. છોલે મસાલા 1 1/2 ચમચી
  3. ટામેટા 2 કપ પ્યુરી
  4. ડુંગળી 1 કપ કાપેલી
  5. આદું1 ચમચી ઉભા કાપેલા
  6. તેલ 2 ચમચી
  7. એલચી 3 નંગ
  8. લવીંગ 3 નંગ
  9. તજ1 ઇંચ નો ટુકડો
  10. તેજપત્તા 2 નંગ
  11. ચા 4 ચમચી, ચા નું પાણી
  12. આમચૂર પાવડર1 ચમચી
  13. આમલી નો પલ્પ 2 ચમચી
  14. લાલ મરચું 2 ચમચી
  15. મીઠું સંવાદ મુજબ
  16. પાણી1 1/2 કપ ગ્રેવી માટે

સૂચનાઓ

  1. પલાળેલા ને બાફેલા ચણા, ટામેટા નો પલ્પ, બારીક કાપેલી ડુંગરી, આમચૂર પાવડર, આમલી, તજ, લવીંગ, તેજ પત્તા, એલચી, આડું ઉભા ચીરી માં કાપેલું, અને થોડું ચા નું પાણી. સાથે દરેક ભારતીય સામગ્રી ભંડાર માં મળતો છોલે મસાલો પણ લેવો. અહી મેં એવેરેસ્ટ છોલે મસાલા વાપર્યો છે.
  2. એક કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં લવીંગ, તજ, એલચી ને તેજ પત્તા નાખો.
  3. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગરી , આછો કથ્થાઈ રંગ થાય ત્યાં સુધી સાંતળો.તેમાં ટામેટા નો પલ્પ ઉમેરી ગ્રેવી ને ચડવા દો. હવે તેમાં લાલ મરચું ઉમેરી ગ્રેવી ને 2 થી 3 મિનીટ સુધી ચડવા દો.
  4. એક વાર ગ્રેવી બરાબર ચડી જાય અને તેલ છુટવા લાગશે હવે છોલે ને ટામેટા ની ગ્રેવી માં ઉમેરી દો.તેમાં એવેરેસ્ટ છોલે મસાલા, આમચૂર પાવડર અને મીઠું ઉમેરી દો.
  5. બધા મસાલા ને મિક્સ કરી તેમાં ચા નું પાણી ઉમેરી દો. આનાથી છોલે નો રંગ વધુ ઘેરો બનશે
  6. પાણી ઉમેરી છોલે ને ૫ થી ૧૦ મિનીટ સુધી બરાબર ચડવા દો. છેલ્લે તેમાં આડું ની ઉભી ચીરી ઉમેરી દો. હવે તેમાં આમલી નું પાણી નાખી ને બરાબર મિક્સ કરો.છેલ્લે સબ્જી ને ૫ થી ૬ મિનીટ ચડાવી લો.
  7. સ્વાદિષ્ટ, પરંપરિત, પંજાબી, અમરીત્સરી છોલે પીરસવા માટે તયાર છે. આ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર