હોમ પેજ / રેસિપી / સીતાફલ બાસુંદી

Photo of Sitafal basundi by Kamal Thakkar at BetterButter
1391
10
0.0(0)
0

સીતાફલ બાસુંદી

Dec-20-2018
Kamal Thakkar
5 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સીતાફલ બાસુંદી રેસીપી વિશે

આ એક ખુબજ સ્વાદિષ્ટ મિષ્ઠાન છે જે તમારી કોઈ પણ પાર્ટી ને હિટ બનાવિ દેશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ઉકાળવું
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 6

  1. દૂધ ૧ & ૧/૨ લિટર
  2. મિલ્કમેડ ૨૦૦ મિલલીલીટર
  3. સીતાફલ નું પલ્પ ૧ કપ
  4. એલચી ૫-૬
  5. સૂકા મેવા ૧/૨ કપ
  6. ઘી ૧ નાની ચમચી

સૂચનાઓ

  1. એક જાડી અને પોડી કઢાઈ માં દૂધ ને ઉકળવા મૂકી દો.ઉકળતી વખતે મલાઈ બાજુ પર થી ભેગી કરીને અંદર દૂધ માં નાખતા જવુ.
  2. બીજી બાજુ પાકેલા અને મોટા ૨-૩ સીતાફળ નું ગર કાઢી લો.ચમચી થઈ અંદર નો બધો પલ્પ એક જાડી ગરણી માં નાખી ને ચમચી અથવા વહીસ્ક થઈ ગોળ ફેરવો એટલે બી ઉપર રય જશે ને પલ્પ નીચે વાટકા માં.
  3. દૂધ ૧/૪ જેટલું ઉકળી જાય અને ૩/૪ રઈ જાય ત્યારે એમાં મિલ્કમેડ ઉમેરો.
  4. ૪-૫ મિનિટ ઉકાળો એટલે સરસ ઘાટું થઈ જશે.વધારે ઘાટું નથી કરવાનું,ઠંડુ થશે એટલે થઈ જશે.
  5. છેલ્લે એલચી નો ભૂકો નાખો.
  6. ગેસ બંદ કરીને બીજા વાસણ માં કાઢી લો.એકદમ ઠંડુ થવા દો.
  7. એક નાના વાસણ માં એક ચમચી ઘી ગરમ કરો.
  8. બધા સૂકા મેવા આમ નાખો અને ધીમે તાપે સાંતળી લો.
  9. થોડા ગુલાબી થાય એટલે ગેસ બંદ કરો.
  10. ઠંડી થયેલી બાસુંદી માં સીતાફળ નું ગર ઉમેરો.સૂકા મેવા પણ ઉમેરો.
  11. બધું સરસ રીતે મિક્સ કરી લો એટલે બાસુંદી ઘાટી થશે.
  12. પછી ૨-૩ કલાક ફ્રિજ માં ઠંડી કરો અને લાજવાબ સીતાફલ બાસુંદી તમારા મહેમાનો ને પીરસો.ઉપર થી પિસ્તા ભભરવિને પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર