લીલવા કબાબ | Lilva Kabab Recipe in Gujarati

ના દ્વારા Rani Soni  |  20th Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Lilva Kabab by Rani Soni at BetterButter
લીલવા કબાબby Rani Soni
  • તૈયારીનો સમય

    10

    મીની
  • બનાવવાનો સમય

    10

    મીની
  • પીરસવું

    2

    લોકો

5

0

લીલવા કબાબ વાનગીઓ

લીલવા કબાબ Ingredients to make ( Ingredients to make Lilva Kabab Recipe in Gujarati )

  • 1 કપ લીલી તુવેરના દાણા
  • 1 બાફેલ બટાકા
  • 1 ઇંચ આદું
  • ચપટી હીંગ
  • 1/4 નાની ચમચી જીરૂ
  • 2 ચમચી કાજુ કિશમીશ
  • 1 ચમચી કોથમીર
  • 2 લીલા મરચાં
  • 1/4 ચમચી હળદર
  • 1 ચમચી ધાણાજીરુ પાવડર
  • 1/2 ચમચી ગરમ મસાલા
  • 1 ચમચી તલ
  • 1 ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી ખાંડ
  • 3 ચમચી તેલ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1 ચમચી ખસખસ
  • 1 કપ મિકસ સલાડ
  • મનપસંદ ચટણી પિરસવાં

How to make લીલવા કબાબ

  1. તુવેરના દાણા,લીલા મરચાં અને આદુ ને મિક્સર કે ચીલી કટરમાં ક્રશ કરી લો
  2. અેક ફ્રાઈંગપેનમાં 1 ચમચી તેલ મૂકી
  3. તેમાં હીંગનો વઘાર કરીને જીરુ નાંખો
  4. હળદર નાંખો
  5. હવે ક્રશ કરેલા તુવેરના દાણા નાખી 4-5 મિનીટ સાંતળો
  6. હવે તેમાં બટાકા,ખાંડ, મીઠું, લીંબુનો રસ,ગરમ મસાલો ,તલ,કાજુ કિશમીશ ઉમેરી મિક્સ કરો
  7. હવે 2 મિનિટ આ મિશ્રણને હલાવતા રહો
  8. કોથમીર નાંખો હવે ગેસ પરથી ઉતારી લો
  9. હવે આ મિશ્રણ ને ફિ્જ માં 1/2 કલાક મૂકી રાખો.
  10. હવે મિશ્રણ ને ફિ્જ માંથી કાઢી તેલ વાળો હાથ કરી તુવેરના મિશ્રણ માંથી નાના કબાબ ના ગોળા લઈ ને વુડન સ્કૂવર ઉપર લંબગોળ આકાર આપો
  11. કબાબ ને ખસખસ માં રોલ કરો
  12. પેન ને ગરમ કરી 2 ચમચી તેલ મૂકી
  13. કબાબ ને શેકી લો બંને બાજુ
  14. લીલવા કબાબ ને સલાડ, ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો

Reviews for Lilva Kabab Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો