હોમ પેજ / રેસિપી / લીલવા કબાબ

Photo of Lilva Kabab by Rani Soni at BetterButter
818
19
0.0(0)
0

લીલવા કબાબ

Dec-20-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીલવા કબાબ રેસીપી વિશે

ગુજરાત ની સૌથી લોકપ્રિય અને પરંપરાગત વાનગીઓમાંની એક લિલવા કચોરી તો ખાધી જ હશે.અહીં લીલવા કબાબ બનાવ્યાં છે.જેને નાસ્તા તરીકે પીરસવામાં આવે છે. તેને તહેવાર કે પ્રસંગે પણ બનાઈ શકાય છે .ચોક્કસપણે આ રેસીપી નો પ્રયાસ કરજો

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • સાંતળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ લીલી તુવેરના દાણા
  2. 1 બાફેલ બટાકા
  3. 1 ઇંચ આદું
  4. ચપટી હીંગ
  5. 1/4 નાની ચમચી જીરૂ
  6. 2 ચમચી કાજુ કિશમીશ
  7. 1 ચમચી કોથમીર
  8. 2 લીલા મરચાં
  9. 1/4 ચમચી હળદર
  10. 1 ચમચી ધાણાજીરુ પાવડર
  11. 1/2 ચમચી ગરમ મસાલા
  12. 1 ચમચી તલ
  13. 1 ચમચી લીંબુનો રસ
  14. 1 ચમચી ખાંડ
  15. 3 ચમચી તેલ
  16. મીઠું સ્વાદ પ્રમાણે
  17. 1 ચમચી ખસખસ
  18. 1 કપ મિકસ સલાડ
  19. મનપસંદ ચટણી પિરસવાં

સૂચનાઓ

  1. તુવેરના દાણા,લીલા મરચાં અને આદુ ને મિક્સર કે ચીલી કટરમાં ક્રશ કરી લો
  2. અેક ફ્રાઈંગપેનમાં 1 ચમચી તેલ મૂકી
  3. તેમાં હીંગનો વઘાર કરીને જીરુ નાંખો
  4. હળદર નાંખો
  5. હવે ક્રશ કરેલા તુવેરના દાણા નાખી 4-5 મિનીટ સાંતળો
  6. હવે તેમાં બટાકા,ખાંડ, મીઠું, લીંબુનો રસ,ગરમ મસાલો ,તલ,કાજુ કિશમીશ ઉમેરી મિક્સ કરો
  7. હવે 2 મિનિટ આ મિશ્રણને હલાવતા રહો
  8. કોથમીર નાંખો હવે ગેસ પરથી ઉતારી લો
  9. હવે આ મિશ્રણ ને ફિ્જ માં 1/2 કલાક મૂકી રાખો.
  10. હવે મિશ્રણ ને ફિ્જ માંથી કાઢી તેલ વાળો હાથ કરી તુવેરના મિશ્રણ માંથી નાના કબાબ ના ગોળા લઈ ને વુડન સ્કૂવર ઉપર લંબગોળ આકાર આપો
  11. કબાબ ને ખસખસ માં રોલ કરો
  12. પેન ને ગરમ કરી 2 ચમચી તેલ મૂકી
  13. કબાબ ને શેકી લો બંને બાજુ
  14. લીલવા કબાબ ને સલાડ, ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર