હોમ પેજ / રેસિપી / વેજ ચીઝ કોન

Photo of VEG CHEESE CONE by Asha Shah at BetterButter
63
12
0.0(0)
0

વેજ ચીઝ કોન

Dec-21-2018
Asha Shah
20 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
7 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજ ચીઝ કોન રેસીપી વિશે

આ રેસીપી પાટીૅ કે કોઇપણ ઓકેશન માટે ખુબજ બેસ્ટ ઓપ્શન છે.અલગ અને ટેસ્ટ મા કીસ્પી અને મજેદાર છે.

રેસીપી ટૈગ

 • વેજ
 • ભારે
 • બાળકો ના જન્મદિવસ માટે
 • ભારતીય
 • શેલો ફ્રાય
 • તળવું
 • સાંતળવું
 • સ્નેક્સ
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 7

 1. કોન બનાવવા માટે ની સામગી્
 2. 1.1 કપ મેંદો.
 3. 2.3ચમચી ઘી
 4. 3.1/2 કપ પાણી
 5. 4.1/4 ચમચી અજમો
 6. 5.મીઠું સ્વાદ મુજબ
 7. પુરણ માટે
 8. 1.1/2 ડુંગરી
 9. 2.1કપ લીલા ,પીડા,લાલ શીમલા મરચા
 10. 3.1ગાજર
 11. 4.1/2કપ પનીર છીણેલુ
 12. 5.150ગા્મ મોનજેરેલા ચીઝ
 13. 6.1/4 ચીલીફલેકસ
 14. 7.1/4 ચમચી મીશૃ હબૅ
 15. 8.1/4 ચમચી ઓરેગાનો
 16. 9.મીઠું સ્વાદ મુજબ
 17. 10.2ચમચી મેંદો
 18. 11.2ચમચી તેલ
 19. 12.તલવા માટે તેલ
 20. લઇ બનાવવા
 21. 1/2 વાડકી મેંદો
 22. પાણી જરુર મુજબ
 23. ટોમેટો સોસ
 24. ઓલીવ રીંગ
 25. ઓલીવ રીંગ

સૂચનાઓ

 1. કોન બનાવવા
 2. 1.એક બાઉલ મા મેંદો લઇ ઘી,અજમો લઇ જરુર મુજબ પાણી રેડી મસડી નરમ લોટ બાંધી 15 મીનીટ ષાઇડ પર મુકો.
 3. 2.બધા શાક ધોઇ ઝીણા સારી લેવા.પનીર ,ચીઝ છીણી લેવા.
 4. 3.લોટ સરખો કરી એકસરખા લુઆ કરી રોટલી વણવી ,જરાક જાડી રાખવી.એકસરખી રોટલી કરવા રાઉન્ડ આકાર ની કટર થી કાપવી ,જેથી એકસરખી થાય.
 5. 4.તવા પર ધીમા આંચ પર અધકચરી શેકવી.કલર ના બદલાય તેમ ,બધીરોટલી વણી કાપી અને શેકવી.
 6. 5.મેંદો અને પાણી મીશૃ કરી જાડી લઇ બનાવી એકબાદુ મુકવી.
 7. 6.એક રોટલી માથી ચાર સરખા ટુકડા કરવાએક ટુકડો લઇ એકબાજુ ની કીનાર પર મેંદા ની લઇ લગાવી કોન નો ઈકાર આપી એકબાજુ મુકો.
 8. 7.કડાઇ મા તેલ ગરમ કરી સમારેલા શાક નાખી 2મીનીટ સુધી સાંતડો.વધારે ચઢવા નહીં દેવા શાક .ગેસ બંધ કરવો.
 9. 8.શાક મા ચીલી ફલેકસ,ઓરેગાનો,મીશૃ હબૅ,મીઠું,પનીર ,ચીઝ નાખી હલાવવું.
 10. 9.મેંદો નાખી ગેસ ચાલુ કરી હલાવવું,2 મીનીટ પછી ગેસ બંધ કરવુ.
 11. 10.પુરણ ઠંડુ થયા પછી કોન મા ભરવું
 12. 11.ભરેલા કોન ને લઇ મા જે બાજુ ભરેલુ છે.એ પાટૅ કવર કરવા ડુબાવી ,ઉપર થી કોરો મેંદા થી કવર કરવું
 13. 12.ગરમ તેલ મા ધીમા ગેસે ફ્ાય કરવુ સોનેરી રંગ ના થાય ત્યાંસુધી.
 14. 13.કોન પર સોસ મુકી ઓલીવ ની રીંગ મુકી સજાવો.
 15. 14.તૈયાર છે.વેજ ચીઝ કોન

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર