હોમ પેજ / રેસિપી / પીઝા ખીચુ

Photo of Pizza Khichu by Rani Soni at BetterButter
33
13
0.0(0)
0

પીઝા ખીચુ

Dec-21-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
6 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પીઝા ખીચુ રેસીપી વિશે

ખીચુ એક પરંપરાગત ગુજરાતી નાસ્તો છે, જે ચોખા ના લોટ માંથી બનાવવામાં આવે છે. જે ગરમ અને તાજુ પીરસવામાં આવે ત્યારે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ રેસીપી તરલા દલાલ જી ની ફોલો કરી છે.ખીચુ માં પીઝા સૉસ અને મિકસ હબ્સ નાંખી સ્વાદ વધુ સારો બનાવવામાં આવ્યો છે. ઉપર ચીઝ અને ઓલિવ તેલની સુગંધથી પિઝાખીચુ નવા સ્વાદ ને લાવે છે જે દરેક ને ભાવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • ઉકાળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ ચોખા નો લોટ
  2. 3 કપ પાણી
  3. 1/2 ચમચી જીરૂ
  4. 1 લીલા મરચાં સમારેલાં
  5. 2 ચમચી સમારેલ કેપ્સિકમ લાલ- લીલા
  6. 1 ચમચી પીઝા સોસ
  7. 1/2 ચમચી મિકસ હબ્સ
  8. 1 નાની ચમચી ઓરેગાનો
  9. 1 નાની ચમચી ચીલી ફલેકસ
  10. 4 ચમચી ચીઝ
  11. 1 ચપટી પાપડ ખાર
  12. સ્વાદ મુજબ મીઠું
  13. 1 ચમચી ઓલીવ ઓઈલ

સૂચનાઓ

  1. સો પ્રથમ પાણીને ઉકળવા મૂકી ને તેમા મીઠું, જીરૂ ,પાપડ ખાર,લીલા મરચા,મિકસ હબ્સ ઉમેરી 1 મિનિટ ઉકાળો
  2. હવે ચોખા નો લોટ નાખી ને વેલણ થી સારી રીતે મિક્સ કરી પાપડી ના લોટ ને હલાવો
  3. હવે તેમાં પીઝા સોસ,કેપ્સિકમ લાલ- લીલા રંગ ના નાંખો મિકસ કરો
  4. 4-5 મીનીટ ઢાંકણ ઢાંકી ને બફાવા દો
  5. ગેસ બંધ કરો
  6. તેલ વાળો હાથ કરી પાપડી ના લોટ માંથી નાના લૂઆ કરી ગોળાકાર આકાર આપો
  7. હવે તેની ઉપર ચીજ અને ચિલી ફલેકસ મૂકી તૈયારી માં પિરસો
  8. તૈયાર છે પીઝા ખીચુ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર