હોમ પેજ / રેસિપી / ચાઈનીઝ ઘૂઘરા

Photo of Chinese ghughra by Varsha Joshi at BetterButter
808
9
0.0(0)
0

ચાઈનીઝ ઘૂઘરા

Dec-22-2018
Varsha Joshi
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચાઈનીઝ ઘૂઘરા રેસીપી વિશે

આપણે પાર્ટી માટે અવનવું બનાવવાનું વિચારીએ છીએ. તો આ ચાઈનીઝ ઘૂઘરા થોડા અલગ છે.બર્થડે પાર્ટી, કિટ્ટી પાર્ટી માં આ રેસિપી બનાવી શકાય છે.અને આમ પણ ચાઈનીઝ તો બાળકોનુ મનપસંદ.

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો ના જન્મદિવસ માટે
  • ચાઇનીઝ
  • શેલો ફ્રાય
  • ઉકાળવું
  • બાફવું
  • ઠંડુ કરવું
  • તળવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 પેકેટ ચિંગ્સ ચાઈનીઝ શૈઝવાન નુડલ્સ
  2. રેડ ચીલી સોસ
  3. સોયા સોસ
  4. ઝીણી સમારેલી કોબીજ
  5. ઝીણું સમારેલ કેપ્સિકમ
  6. છીણેલું ગાજર
  7. એક નાનું પેકેટ મેગી મસાલો
  8. મીઠું સ્વાદનુસાર
  9. મેંદાનો લોટ
  10. મોણ માટે અને તળવા માટે તેલ

સૂચનાઓ

  1. સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરો
  2. ત્યારબાદ ગેસ પર એક વાસણમાં પાણી ગરમ કરી તેમાં નુડલ્સ નાખો
  3. બરાબર ધીમી આચ પર ઉકળે ત્યાં સુધી ગાજર છીણો, કેપ્સિકમ અને કોબીજ સમારી લો
  4. નુડલ્સ 5.મિનિટ ઉકાળો
  5. બરાબર ઉકળી જાય એટલે એક કાણાંવાળી ચાયણીમા નિતારીને ઠંડા પડવા દો
  6. હવે ગેસ પર એક કડાઈમાં વઘાર માટે તેલ મુકો
  7. તેલ ગરમ થાય એટલે તેમાં કેપ્સિકમ વઘારો
  8. કોબીજ નાખો
  9. છીણેલું ગાજર નાખો
  10. બરાબર ચડવા દો. તેમાં થોડું મીઠું ઉમેરો અને મેગી મસાલો ઉમેરો
  11. બરાબર હલાવી ધીમી આચ પર ચડવા દો
  12. ત્યારબાદ બાફેલા નુડલ્સ ઉમેરો
  13. ગેસ બંધ કરી બરાબર હલાવી મિક્સ કરી મસાલો ઠંડો પડવા દો
  14. તેમાં રેડ ચીલી સોસ અને સોયા સોસ ઉમેરો
  15. બધું મિશ્રણ બરાબર હલાવી લો. ઘૂઘરા નો મસાલો તૈયાર છે
  16. હવે એક વાસણમાં મેંદાના લોટમાં તેલ અને મીઠું ઉમેરો
  17. પાણી નાખી પડ માટે લોટ બાધો
  18. ત્યારબાદ કડાઈમાં તળવા માટે તેલ ગરમ મુકો
  19. હવે પાટલી પર મેંદાના લોટમાંથી લુવો લઈ અને પુરી વણી અને વચ્ચે નુડલ્સનો મસાલો એક ચમચી ભરો
  20. એક બાજુથી વાળી સામેની બાજુ પર બને પડ ચોટાડી ઘુઘરાનો આકાર આપો
  21. બધા ઘૂઘરા તૈયાર કરી કોર પર ચમચી વડે દબાવી ડિઝાઇન બનાવો
  22. બધા ઘૂઘરા ભરીને તૈયાર કરો
  23. હવે તેલ થોડું ગરમ થાય એટલે ગેસ ધીમો કરી ધીમી આચ પર ઘૂઘરા તળો
  24. ગેસની આચ ધીમી જ રાખી ઘૂઘરા તળો
  25. બરાબર બદામી રંગના થાય એટલે ઝારાથી કાઢી લો
  26. એક પ્લેટમાં ટમેટાં કેચઅપ સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર