હોમ પેજ / રેસિપી / ટોમેટો સૂપ

Photo of Tomato soup by Hanika Thadani at BetterButter
781
7
0.0(0)
0

ટોમેટો સૂપ

Dec-22-2018
Hanika Thadani
0 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ટોમેટો સૂપ રેસીપી વિશે

શિયાળા માં ટામેટાનું સૂપ પીવો તો મજા પડી જાય.પાર્ટીમાં ગરમાગરમ સૂપ હોય તો બધા ખુશ થઈ જાય.એમ પણ ટામેટાનું સૂપ તો પૌષ્ટિક છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • ધીમે ધીમે ઉકાળવું
  • બાફવું
  • સૂપ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૬ નંગ ટામેટા
  2. ૪ કળી લસણ
  3. નાનો અદરકનો ટુકડો
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ૧/૪ ચમચી જીરું
  6. ૧ નાની ડુંગળી
  7. ૧ લીલું મરચું
  8. ૧/૨ ચમચી કાળી મરી
  9. ૨ ચમચી આરારોટ
  10. પાણી જરૂર મુજબ
  11. ૨ ચમચી ખાંડ
  12. તળેલી બ્રેડના ટુકડા

સૂચનાઓ

  1. સૌપ્રથમ કૂકરમાં ટામેટા મોટા સમારેલા,લસણ,જીરું,સમારેલી ડુંગળી,લીલુ મરચુ અને અદરક અને ૧ ગ્લાસ પાણી નાખી ૬ સીટી વાગે ત્યાં સુધી ચડવા દો.
  2. કુકર ઠંડુ પડે એટલે હાથ મિક્સરથી પીસી લો.
  3. મોટી ગળણીથી ગાળી લો.
  4. હવે ગેસ ચાલુ કરી આ ગાળેલું મિશ્રણ મુકો.ઉભરો આવે એટલે એમાં ૪ ચમચી પાણી માં પલાળેલું આરારોટ નાખો.
  5. સૂપ ઘટ્ટ થતું જશે.પછી એમ ૨ ચમચી ખાંડ નાખો.ચડી જાય એટલે ગેસ બંધ કરો.
  6. વાટકીમાં પીરસો.ઉઓર થઈ કાળી મરી નાખો.
  7. તળેલી બ્રેડ ના ટુકડા નાખી પીરસવાથી સરસ લાગે છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર