હોમ પેજ / રેસિપી / પાવભાજી માર્ટીની

Photo of Pavbhaji Martini by Rani Soni at BetterButter
905
13
0.0(0)
0

પાવભાજી માર્ટીની

Dec-22-2018
Rani Soni
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાવભાજી માર્ટીની રેસીપી વિશે

પાવભાજી માર્ટીની રેસીપી - એક અલગ શૈલી ની પ્રસ્તુતિ સાથે રજૂ કરી છે .જે સ્વાદિષ્ટ ઝડપી અને સરળ બની જાય છે.આ સ્વાદિષ્ટ રેસીપીનો પ્રયાસ કરજો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • બાફવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 4 બાફેલ અને છૂંદેલા બટાકા
  2. 4 ચમચી બાફેલ ફલાવર
  3. 2 ચમચી કોબીજ બાફેલ
  4. 2 ચમચી કેપ્સિકમ સમારેલ
  5. 4 ચમચી વટાણા બાફેલ
  6. 4 ચમચી તેલ
  7. 6 ચમચી માખણ
  8. 1 અને 1/2 કપ ડુંગળી સમારેલ
  9. 1 ચમચી આદુ સમારેલ
  10. 2 ચમચી લસણ સમારેલ
  11. 1/2 કપ ટામેટા સમારેલ
  12. 2 લીલા મરચાં સમારેલ
  13. 2 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર
  14. 5 ચમચી પાવભાજી મસાલા
  15. 2 ચમચી લીંબુનો રસ
  16. સ્વાદ મુજબ મીઠું
  17. 2 ચમચી કોથમીર
  18. 2 લીંબુ રિંગ્સ
  19. 4 બ્રેડ શેકેલ
  20. 2 ચમચી સમારેલ ડુંગળી

સૂચનાઓ

  1. એક પેનમાં તેલ અને 4 ચમચી બટર નાંખો
  2. હવે આદુ અને લસણ ઉમેરો અને સાંતળો
  3. ડુંગળી નાંખો ફ્રાય કરો જ્યાં સુધી ડુંગળી ગુલાબી બને અને કાચી ગંધ નીકળી જાય
  4. હવે લીલા મરચાં, કેપ્સીકમ અને ટામેટાં ઉમેરો અને 2-3 મિનિટ માટે સાંતળો
  5. હવે લાલ મરચું પાવડર, મીઠું અને પાવ ભાજી મસાલા ઉમેરો અને એક મિનિટ માટે સાંતળો
  6. હવે રાંધેલા શાકભાજીને ઉમેરો અને સારી રીતે મિકસ કરો
  7. હવે 1 કપ પાણી, લીંબુનો રસ ઉમેરો અને સારી રીતે મિકસ કરી દો
  8. 2 મિનીટ પછી ગેસ બંધ કરો
  9. હવે 2 ચમચી બટર ગરમ કરો અને તેને બંને માર્ટીની ગ્લાસ માં ઉમેરો
  10. શેકેલ બ્રેડ ને ગોળ આકાર માં કાપી બંને માર્ટીની ગ્લાસ માં મૂકો બટર ઉપર
  11. હવે 2-3 ચમચી તૈયાર થયેલ ભાજી ઉમેરો
  12. વટાણા નાંખો
  13. સમારેલ ડુંગળી મૂકો
  14. શેકેલ બ્રેડ ને મનપસંદ આકાર માં કાપી ગ્લાસ ઉપર મૂકો ફોટા મુજબ
  15. કોથમીર અને લીંબુ રિંગ્સ થી સજાઈ પિરસો
  16. પાવભાજી માર્ટીની તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર