હોમ પેજ / રેસિપી / ચીઝી પેપ્રીકા ફ્રાઈસ

Photo of Cheesy Peperika Fries by Shraddha Patel at BetterButter
302
6
0.0(0)
0

ચીઝી પેપ્રીકા ફ્રાઈસ

Dec-22-2018
Shraddha Patel
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીઝી પેપ્રીકા ફ્રાઈસ રેસીપી વિશે

ફ્રાઈસ લગભગ બધા ની પ્રિય હોય છે. જે એકલી જ કે બર્ગર સેન્ડવિચ સાથે પણ આપણે એન્જોય કરી શકીએ. પાર્ટી ની જાન એવી આ ચીઝી ફ્રાઈસ જરૂર થી બનાવશો.

રેસીપી ટૈગ

  • તહેવાર ની મઝા
  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • મિશ્રણ
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 3

  1. 3 નંગ બટાકા
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. તળવા માટે તેલ
  4. 1/2 ચમચી લાલ મરચું પાવડર
  5. 1/2 ચમચી મરી પાવડર
  6. 4-5 ચમચી છીણેલું મોઝરેલા ચીઝ
  7. 1/4 કપ દૂધ
  8. 1/4 ચમચી ઓરેગાનો
  9. 1 ચમચી મેંદો
  10. 1 ચમચી બટર
  11. ગાર્નિશિંગ માટે કોથમીર

સૂચનાઓ

  1. બટાકા ની છાલ કાઢી ધોઈ ને લાંબી પાતળી કાપી લો.
  2. ગરમ તેલ મા ક્રિસ્પી એવી ફ્રાઈસ તળી લો.
  3. હવે તેના પર મીઠું અને લાલ મરચું પાવડર છાંટો.
  4. એક સૉસ પેન મા બટર લો અને મેંદો નાખી શેકો.
  5. ત્યારબાદ દૂધ નાખો અને ચીઝ નાખો.
  6. હવે તેમાં ઓરેગાનો અને મરી પાવડર નાખો અને થોડું ઘાટું થવા દો.
  7. ચીઝ સૉસ ને ફ્રાઇસ પર રેડો. કોથમીર થી સજાવો અને પાર્ટી મા ફ્રાઈસ ની મજા લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર