પાલક પનીર કેનેપ્સ | Palak Paneer Canapes Recipe in Gujarati

ના દ્વારા Rani Soni  |  23rd Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Palak Paneer Canapes by Rani Soni at BetterButter
પાલક પનીર કેનેપ્સby Rani Soni
  • તૈયારીનો સમય

    10

    મીની
  • બનાવવાનો સમય

    10

    મીની
  • પીરસવું

    2

    લોકો

0

0

પાલક પનીર કેનેપ્સ વાનગીઓ

પાલક પનીર કેનેપ્સ Ingredients to make ( Ingredients to make Palak Paneer Canapes Recipe in Gujarati )

  • 2 કપ પાલક ની ભાજી સમારેલી
  • 3 ચમચી તેલ/ઘી
  • 1/2 ચમચી જીરુ
  • 2 તજપાન
  • 1 મધ્યમ સમારેલ ડુંગળી
  • 1 ટામેટા પેસ્ટ
  • લીલા મરચા 2-3
  • 1 ચમચી લસણ આદું પેસ્ટ
  • 1 ચમચી ગરમ મસાલા પાવડર
  • સ્વાદમુજબ મીઠું
  • 2 ચમચી મલાઈ
  • 5-6 રેડીમેડ કેનેપ્સ
  • 2-3 ચમચી ડુંગળી સમારેલ
  • 4 ચમચી પનીર છીણેલું

How to make પાલક પનીર કેનેપ્સ

  1. સૌ પ્રથમ પાલકને ધોઈ લો
  2. ગેસ પર 4 કપ પાણી ગરમ કરી તેમાં પાલકને 2-3 મિનીટ માટે નાંખી ઉકાળી લો
  3. ગેસ બંધ કરી તૈયારી માં પાલક ને બરફ નાં ઠંડા પાણીમાં કાઢી લો જેથી પાલકનો કલર જળવાઈ રહેશે
  4. ચારણી માં નિતારી લો
  5. મિક્સર જારમાં પાલક, લીલા મરચાં ઉમેરી પેસ્ટ બનાવી લો
  6. એક પેનમાં ઘી /તેલ લો
  7. જીરું નાંખો
  8. તજપાન નાંખો
  9. લસણ આદું પેસ્ટ ઉમેરો
  10. ડુંગળી ઉમેરો અને સાંતળો
  11. ડુંગળી થોડી લાલ થાય અેટલે ટામેટા પેસ્ટ ઉમેરો અને સાંતળો
  12. હવે પાલકની ગ્રેવી ઉમેરી બરાબર મિક્સ કરો
  13. મીઠુ ઉમેરો 2-3 મિનીટ ઉકાળો
  14. મલાઈ નાંખો મિકસ કરો
  15. ગરમ મસાલા પાવડર ઉમેરો મિકસ કરો
  16. ગેસ પર થી ઉતારી લો
  17. હવે કેનેપ્સ માં ગરમ પાલકની ગ્રેવી મૂકો ઉપર છીણેલું પનીર અનેે ડુંગળી સમારેલ મૂકો
  18. તૈયારી માં સર્વ કરો

Reviews for Palak Paneer Canapes Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો