હોમ પેજ / રેસિપી / પાલક પનીર કેનેપ્સ

Photo of Palak Paneer Canapes by Rani Soni at BetterButter
711
6
0.0(0)
0

પાલક પનીર કેનેપ્સ

Dec-23-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક પનીર કેનેપ્સ રેસીપી વિશે

પાલક પનીર તો બધા એ ખાધી જ હશે કઈક અલગ ટેસ્ટ લાવવા પાલક ગ્રેવી ને કેનેપ્સ માં મૂકી સર્વ કરી છે.જે એકદમ યુનિક ટેસ્ટ આપશે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ઉત્તર ભારતીય
  • ઉકાળવું
  • સાંતળવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 કપ પાલક ની ભાજી સમારેલી
  2. 3 ચમચી તેલ/ઘી
  3. 1/2 ચમચી જીરુ
  4. 2 તજપાન
  5. 1 મધ્યમ સમારેલ ડુંગળી
  6. 1 ટામેટા પેસ્ટ
  7. લીલા મરચા 2-3
  8. 1 ચમચી લસણ આદું પેસ્ટ
  9. 1 ચમચી ગરમ મસાલા પાવડર
  10. સ્વાદમુજબ મીઠું
  11. 2 ચમચી મલાઈ
  12. 5-6 રેડીમેડ કેનેપ્સ
  13. 2-3 ચમચી ડુંગળી સમારેલ
  14. 4 ચમચી પનીર છીણેલું

સૂચનાઓ

  1. સૌ પ્રથમ પાલકને ધોઈ લો
  2. ગેસ પર 4 કપ પાણી ગરમ કરી તેમાં પાલકને 2-3 મિનીટ માટે નાંખી ઉકાળી લો
  3. ગેસ બંધ કરી તૈયારી માં પાલક ને બરફ નાં ઠંડા પાણીમાં કાઢી લો જેથી પાલકનો કલર જળવાઈ રહેશે
  4. ચારણી માં નિતારી લો
  5. મિક્સર જારમાં પાલક, લીલા મરચાં ઉમેરી પેસ્ટ બનાવી લો
  6. એક પેનમાં ઘી /તેલ લો
  7. જીરું નાંખો
  8. તજપાન નાંખો
  9. લસણ આદું પેસ્ટ ઉમેરો
  10. ડુંગળી ઉમેરો અને સાંતળો
  11. ડુંગળી થોડી લાલ થાય અેટલે ટામેટા પેસ્ટ ઉમેરો અને સાંતળો
  12. હવે પાલકની ગ્રેવી ઉમેરી બરાબર મિક્સ કરો
  13. મીઠુ ઉમેરો 2-3 મિનીટ ઉકાળો
  14. મલાઈ નાંખો મિકસ કરો
  15. ગરમ મસાલા પાવડર ઉમેરો મિકસ કરો
  16. ગેસ પર થી ઉતારી લો
  17. હવે કેનેપ્સ માં ગરમ પાલકની ગ્રેવી મૂકો ઉપર છીણેલું પનીર અનેે ડુંગળી સમારેલ મૂકો
  18. તૈયારી માં સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર