હોમ પેજ / રેસિપી / પનીર ટિક્કા પકોડા

Photo of Paneer tikka pakoda by Shraddha Patel at BetterButter
506
5
0.0(0)
0

પનીર ટિક્કા પકોડા

Dec-23-2018
Shraddha Patel
5 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર ટિક્કા પકોડા રેસીપી વિશે

સ્ટાર્ટર્સ મા સૌ કોઈને પસંદ હોય એવા પનીર ટિક્કા માંથી પકોડા બનાવેલા છે. જે ખુબજ સરસ લાગે છે અને ઝડપ થી બની જાય એવી આ રેસિપી સૌ કોઈને પસંદ આવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • તળવું
  • સાઈડ ડીશેસ

સામગ્રી સર્વિંગ: 3

  1. 300 ગ્રામ પનીર
  2. 1 કપ દહીં
  3. સ્વાદ પ્રમાણે મીઠું
  4. 1/2 ચમચી લીંબુ નો રસ
  5. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું
  6. 1 ચમચી ધાણાજીરું
  7. 1/2 ચમચી તંદુરી મસાલા
  8. 1/2 ચમચી હળદર
  9. 1 ચમચી તેલ
  10. તેલ તળવા અને શેકવા માટે
  11. એક કપ બેસન
  12. 1/4 ચમચી ખાવાનો સોડા
  13. જરૂર મુજબ પાણી
  14. 1/2 કપ ફુદીના ની ચટણી

સૂચનાઓ

  1. એક બાઉલ મા દહીં ફેટી લો.
  2. તેમાં મીઠું, 1/4 ચમચી હળદર, ધાણાજીરું, લાલ મરચું, તંદુરી મસાલા, લીંબુ નો રસ, તેલ નાખો અને મિક્સ કરી લો.
  3. પનીર ના ચોરસ કટકા કરી ને મિશ્રણ મા મેરિનેટ કરવા માટે 10 મિનિટ ફ્રિજ મા મૂકો.
  4. મેરિનેટ થાય પછી ગ્રીલ પેન મા પનીર ના કટકા ને તેલ મૂકી ને બન્ને બાજુ ગ્રીલ કરી લો.
  5. હવે એક વાસણ મા બેસન લો. તેમાં મીઠું, 1/2 ચમચી હળદર અને સોડા નાખો, જરૂર મુજબ પાણી નાખતા જઈ ખીરું બનાવી લો.
  6. હવે તૈયાર કરેલ પનીર ટિક્કા માંથી બે બે પનીર ના કટકા લો અને વચ્ચે ફુદીના ની ચટણી લગાવો. હવે તેને બેસન ના ખીરા મા ડુબાડી ગરમ તેલ મા તળી લો.
  7. આવી રીતે બધા પનીર ટિક્કા પકોડા તળી લો અને ચટણી કે સૉસ સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર