ગાજર હલવા રસગુલ્લા કપકેક | Carrot Halwa Rasgulla Cupcake Recipe in Gujarati

ના દ્વારા Urvashi Belani  |  24th Dec 2018  |  
5 ત્યાંથી 1 review રેટ કરો
 • Photo of Carrot Halwa Rasgulla Cupcake by Urvashi Belani at BetterButter
ગાજર હલવા રસગુલ્લા કપકેકby Urvashi Belani
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  4

  લોકો

7

1

ગાજર હલવા રસગુલ્લા કપકેક

ગાજર હલવા રસગુલ્લા કપકેક Ingredients to make ( Ingredients to make Carrot Halwa Rasgulla Cupcake Recipe in Gujarati )

 • ગાજર હલવા માટે:
 • 500 ગ્રામ ગાજર (છીણી લેવા)
 • 3 ચમચા ઘી
 • 250મિલી દૂધ
 • 100ગ્રામ માવો
 • 1/2 કપ ખાંડ
 • 1/2 ચમચી ઇલાઈચી પાવડર
 • 6 થી 7 રસગુલ્લા
 • આવશક્તા અનુસાર વહીપ્ડ ક્રીમ
 • આવશ્યકતા અનુસાર પિસ્તા કતરણ

How to make ગાજર હલવા રસગુલ્લા કપકેક

 1. ગાજર નો હલવો બનાવવા માટે એક વાસણ માં ઘી ગરમ કરી ગાજર નાખી ધીમી આંચ પર ઢાંકી ને 5 મિનિટ માટે મુકો.
 2. હવે દૂધ નાખી ધીમી આંચ પર થવા દો.
 3. માવા ને નોનસ્ટિક પેન માં ગોલ્ડન થાય ત્યાં સુધી સેકી લો.
 4. હલવા માં જ્યારે દૂધ ખલાસ થાય અને મિશ્રણ ગાઢું થાય પછી માવો અને ખાંડ નાખી મિક્સ કરી ધીમી આંચ પર જ થવા દો.
 5. જ્યારે હલવો તૈયાર થઈ જાય પછી ઇલાઈચી પાવડર નાખી મિક્સ કરો અને ઠંડુ થવા દો.
 6. સિલિકોન કપકેક મોલ્ડ માં નીચે થોડો હલવો નાખો, પછી રસગુલ્લો (રસ નીચોવી લેવું) મુકો, પછી ફરી થી હલવો નાખી દબાવી ને સેટ કરો. પછી 1 કલાલ માટે ફ્રીઝ માં મૂકી દો.
 7. હવે મોલ્ડ માંથી ધીરે થી કાઢી લો અને ઉપર આઇસિંગ કરો અને પિસ્તા કતરણ નાખી સર્વ કરો.

My Tip:

રસગુલ્લા ની જગ્યાએ અંદર ગુલાબ જાંબુ નાખી ને પણ સ્ટફ કરી શકાય છે.

Reviews for Carrot Halwa Rasgulla Cupcake Recipe in Gujarati (1)

Hiral Hemang Thakrara year ago

Waah
જવાબ આપવો