હોમ પેજ / રેસિપી / પાલક અને મગદાળ ના બાટી પરાઠા

Photo of Spinach moong dal bati paratha by Urvashi Belani at BetterButter
38
10
0.0(0)
0

પાલક અને મગદાળ ના બાટી પરાઠા

Dec-24-2018
Urvashi Belani
60 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક અને મગદાળ ના બાટી પરાઠા રેસીપી વિશે

આ રેસીપી માં બાટી ના લોટ માં પાલક ની પેસ્ટ ઉમેરી લોટ બાંધી તેમાં અંદર મગ ની દાળ નો મસાલો સ્ટફ કરી પરાઠા ની સ્ટાઇલ માં બનાવી બાટી ની જેમ સેકી ને બનાવ્યુ છે.

રેસીપી ટૈગ

 • ડીનર પાર્ટી
 • ભારતીય
 • શેકેલું
 • સાંતળવું
 • મુખ્ય વાનગી
 • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

 1. સ્ટફિંગ માટે:
 2. 1 કપ લીલી મગ ની દાળ
 3. 5-6 કલી લસણ
 4. 3-4 લીલા મરચા
 5. 1 નાનો ટુકડો આદુ
 6. 2 ચમચા તેલ
 7. 1 ચમચી જીરું
 8. 1/4 ચમચી હિંગ
 9. 1/2 ચમચી હળદર
 10. 1/2 ચમચી લાલમરચું
 11. 1/2 ચમચી ગરમ મસાલો
 12. 1/2 ચમચી ચાટ મસાલો
 13. સ્વાદાનુસાર નમક
 14. 1/2 ચમચી લીંબુ નો રસ
 15. લોટ બાંધવા માટે:
 16. 2 કપ ઘઉં નો લોટ
 17. 1/4 કપ મકાઈ નો લોટ
 18. 500 ગ્રામ પાલક
 19. 1/2 ચમચી વરિયાળી
 20. 1/2 ચમચી અજવાઈન
 21. સ્વાદાનુસાર નમક
 22. 1/4 કપ તેલ
 23. ઉપર લગાવવા માટે ઘી

સૂચનાઓ

 1. લોટ બાંધવા માટે સૌ પ્રથમ પાલક ને ઉકળતા પાણી માં નાખો, તેમાં નમક અને લીંબુ નો રસ નાખી 2 મિનિટ ઉકાળો, હવે પાલક ને પાણી માંથી કાઢી લો અને ઠંડુ થયા પછી મિક્સર માં પીસી ને પેસ્ટ બનાવો.
 2. ઘઉં ના લોટ માં મકાઈ નો લોટ, તેલ,વરિયાળી, અજમો, પાલક ની પેસ્ટ નાખી મિક્સ કરો, પછી જરૂરિયાત મુજબ પાણી નાખી લોટ બાંધી, 1/2 કલાક ઢાંકી ને મૂકી દો.
 3. સ્ટફિંગ માટે મગ ની દાળ ને 1 કલાક પાણી માં પલાળી રાખી પછી પાણી માંથી કાઢી લો અને લસણ, આદુ અને મરચા સાથે દાળ ને દરદરુ પીસી લો.
 4. એક કઢાઈ માં તેલ ગરમ કરી જીરું, હિંગ,અને હળદર નાખી દાળ નાખો.
 5. બધા મસાલા અને લીંબુ નો રસ નાખી 2 થી 3 મિનિટ માટે સાંતળી લો.
 6. લોટ નો એક લુઓ લઈ તેને વણી લો, વચ્ચે સ્ટફિંગ મુકો અને ચારે બાજુ થી ફોલ્ડ કરી ચોરસ આકાર આપો.
 7. આ રીતે બધા પરાઠા તૈયાર કરી લો.
 8. હવે બધા પરાઠા ને નોન સ્ટિક તવા પર થોડું થોડું સેકી લો.
 9. બાટી ના ઓવન માં બધા પરાઠા ને ધીમી આંચ પર બન્ને બાજુ થી બરાબર શેકો.
 10. ગરમા ગરમ બાટી પરાઠા પર ઘી લગાવી લીલી ચટણી અથવા દહીં સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર