હોમ પેજ / રેસિપી / ફ્યુઝન ટાર્ટસ

Photo of Fusion Tarts by Urvashi Belani at BetterButter
713
10
0.0(0)
0

ફ્યુઝન ટાર્ટસ

Dec-25-2018
Urvashi Belani
60 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફ્યુઝન ટાર્ટસ રેસીપી વિશે

આ રેસીપી માં કુકીઝ ના લોટ થી ટાર્ટ બનાવી અંદર વ્હાઇટ સોસ ગ્રેવી માં વેજિટેબલ ઉમેરી સ્ટફ કરી, ઉપર ચીઝ નાખી ફરી થી બેક કરી સર્વ કર્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • મિશ્રણ
  • બેકિંગ
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 6

  1. કુકીઝ ના ટાર્ટ માટે
  2. 1 કપ મેંદો
  3. 1/2 કપ દળેલી ખાંડ
  4. 1/2 કપ ઠંડુ બટર
  5. ચપટી નમક
  6. 2 ચમચી ઠંડુ પાણી
  7. વ્હાઇટ ગ્રેવી માટે:
  8. 2 ચમચા બટર
  9. 2 ચમચા મેંદો
  10. 1 કપ દૂધ
  11. 1/2 કપ રંગીન શિમલા મિર્ચ (સમારેલા)
  12. 1/4 કપ બાફેલા સ્વીટ કોર્ન
  13. 2 ચમચી બ્લેક ઓલિવ
  14. 1 કાપેલી લીલી ડુંગળી
  15. 1/2 ચમચી મરી પાવડર
  16. સ્વાદાનુસાર નમક
  17. ચીઝ પેસ્ટ માટે:
  18. 1 કયુબ ચીઝ છીણેલું
  19. 2 ચમચા બટર
  20. 2 ચમચા ટામેટા સોસ
  21. ઉપર મુકવા માટે:
  22. મોઝેરેલા ચીઝ
  23. ચીલી ફ્લેક્સ
  24. ઓરિગેનો

સૂચનાઓ

  1. ટાર્ટ બનાવવા માટે મેંદા માં ખાંડ, નમક અને બટર નાખી બરાબર મિક્ષ કરો. પાણી નાખી કડક લોટ બાંધી લો.
  2. આ લોટ ને પ્લાસ્ટિક મા મૂકી 1 કલાક ફ્રીઝ માં મૂકી દો.
  3. હવે આ લોટ ને વેલણ થી ધીરે થી વણી લો અને ગ્રીસ કરેલા ટાર્ટ મોલ્ડ માં ગોઠવી દો.
  4. ફોર્ક ની મદદ થી નાના નાના કાણા પાડી દો.
  5. પ્રિહિટ ઓવન માં 160ડિગ્રી પર 20 થી25 મિનિટ માટે બેક કરો.
  6. વ્હાઇટ સોસ માટે બટર ને નોનસ્ટિક પેન માં ગરમ કરી મેંદો નાખી 2 મિનિટ સાંતળો, પછી ધીરે થી દૂધ નાખી અને બરાબર હલાવતા રહો,
  7. હવે તેમાં શિમલા મિર્ચ, સ્વીટ કોર્ન, ઓલિવ, ડુંગળી , નમક અને મરી પાવડર નાખી મિક્સ કરો અને ગેસ બંધ કરી દો.
  8. ચીઝ પેસ્ટ બનાવવા માટે બધી સામગ્રી ને બરાબર મિક્ષ કરી દો.
  9. હવે ટાર્ટ માં ચીઝ પેસ્ટ સ્પ્રેડ કરો, પછી ફીલિંગ મુકો, તેના પર ચીલી ફ્લેક્સ અને ઓરિગેનો ભભરો , પછી મોઝેરેલા ચીઝ નાખો.
  10. ટાર્ટ ને ફરી થી ઓવન માં 160ડીગ્રી પર 5 થી 7 મિનિટ માટે બેક કરો.
  11. તૈયાર ટાર્ટ ને ટોમેટો સોસ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર