હોમ પેજ / રેસિપી / વેજીટેબલ કટલેટ

Photo of Vegetable Cutlets by Hanika Thadani at BetterButter
778
8
0.0(0)
0

વેજીટેબલ કટલેટ

Dec-25-2018
Hanika Thadani
5 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજીટેબલ કટલેટ રેસીપી વિશે

શાકભાજી થઈ ભરપૂર આ કટલેટ્સ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે.પાર્ટી માં સ્ટાર્ટરમાં આ કટલેટ્સ ની મજા આવી જાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ક્રિસમસ
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨ નંગ બાફેલા બટાકા
  2. ૨ ચમચી છીણેલી કોબીજ
  3. ૨ ચમચી છીણેલી ગાજર
  4. ૨ ચમચી ક્રશ કરેલા વટાણા
  5. ૧/૨ ચમચી ખસખસ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. ૧ ચમચી લાલ મરચું
  8. ૧ લીલું મરચું
  9. બ્રેડનો ભુક્કો જરૂર મુજબ
  10. ૧ ચમચી આરારોટ
  11. ૧/૨ ચમચી ચણા નો લોટ
  12. ૧ ચમચી કોથમીર
  13. ૧/૪ ચમચી આમચૂર
  14. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. સૌપ્રથમ બટાકા મેશ કરો.
  2. એમ બધા શાકભાજી,ખસખસ અને મસાલા નાખો.
  3. લીલુમરચુ અને કોથમીર નાખો.
  4. હવે ચણા નો લોટ અને આરારોટ નાખી મિક્સ કરો.
  5. આમાંથી નાના નાના બોલ્સ બનાવી બ્રેડના ભુક્કા માં રગદોળી લો.
  6. ગરમ તેલમાં થોડા તળી લો.
  7. જ્યારે પીરસવાના હોય ત્યારે કટલેટ્સ નું રૂપ આપીને ફરીથી સોનેરી રંગનું થાય ત્યાં સુધી તળી લો.
  8. તૈયાર છે ક્રિસપી વેજીતબલે કટલેટ્સ.લિલી ચટણી કે કેચઅપ જોડે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર