ચીકન ટકાટક | Chicken Takatak Recipe in Gujarati

ના દ્વારા Dimpal Patel  |  25th Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Chicken Takatak by Dimpal Patel at BetterButter
ચીકન ટકાટકby Dimpal Patel
 • તૈયારીનો સમય

  20

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  4

  લોકો

5

0

ચીકન ટકાટક

ચીકન ટકાટક Ingredients to make ( Ingredients to make Chicken Takatak Recipe in Gujarati )

 • હાડકા વગરનું ચીકન - ૨૫૦ ગ્રામ
 • હળદર - ૧/૮ નાની ચમચી
 • લીલાં મરચાં ની પેસ્ટ - ૧ નાની ચમચી
 • આદુ - લસણની પેસ્ટ - ૧/૨ નાની ચમચી
 • ઝીણા કાપેલા કાંદા - ૧/૪ કપ
 • તેલ - ૧ મોટી ચમચી
 • મીઠો લીમડો - ૫ થી ૬ પાન
 • કાળા મરીનો પાવડર - ૧ અને ૧/૨ નાની ચમચી
 • સોયા સોસ - ૧/૪ નાની ચમચી
 • લીંબુનો રસ - ૧/૨ મોટી ચમચી
 • મીઠું - ૧/૨ નાની ચમચી
 • કોથમીર કે લીલા કાંદા - ૨ મોટી ચમચી ( સજાવવા માટે)

How to make ચીકન ટકાટક

 1. ચીકન ને સારી રીતે ધોઈને નાના નાના ટુકડામાં કાપી લેવી.
 2. એક વાસણમાં આદુ - લસણની પેસ્ટ , લીલાં મરચાં ની પેસ્ટ , હળદર અને મીઠું નાંખીને બરાબર મિક્ષ કરવું. ત્યારબાદ તેમાં ચીકન નાંખીને ૨૦ મિનિટ માટે ફ્રીઝમાં મૂકી દેવું.
 3. એક નોનસ્ટિક પેણીમાં તેલ મૂકવું. તેમાં કાંદો અને કઢી લીમડો નાંખીને ૧ મિનિટ થવા દેવું.
 4. ત્યારબાદ તેમાં ચીકન નાંખીને ઢાંકીને થવા દેવું.
 5. ચીકન બરાબર ચઢી જાય પછી તેમાં સોયા સોસ અને મરી પાવડર નાંખવો.
 6. કોથમીર કે લીલા કાંદાથી સજાવવું.
 7. પીરસતી વખતે લીંબુનો રસ નાંખવો.

My Tip:

ચીકનને બદલે પનીર કે મશરૂમથી પણ આ ડીશ બનાવી શકાય.

Reviews for Chicken Takatak Recipe in Gujarati (0)