હોમ પેજ / રેસિપી / ચીકન ટકાટક

Photo of Chicken Takatak by Dimpal Patel at BetterButter
665
5
0.0(0)
0

ચીકન ટકાટક

Dec-25-2018
Dimpal Patel
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીકન ટકાટક રેસીપી વિશે

ખૂબ જ ઝડપથી અને ખૂબ જ ઓછી સામગ્રીથી તૈયાર થતી ડીશ છે. કોઈ પણ પાર્ટી માટેનું પરફેક્ટ સ્ટાર્ટર છે ચીકન ટકાટક.

રેસીપી ટૈગ

  • નોન - વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ઉત્તર ભારતીય
  • શેલો ફ્રાય
  • પેન ફ્રાય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. હાડકા વગરનું ચીકન - ૨૫૦ ગ્રામ
  2. હળદર - ૧/૮ નાની ચમચી
  3. લીલાં મરચાં ની પેસ્ટ - ૧ નાની ચમચી
  4. આદુ - લસણની પેસ્ટ - ૧/૨ નાની ચમચી
  5. ઝીણા કાપેલા કાંદા - ૧/૪ કપ
  6. તેલ - ૧ મોટી ચમચી
  7. મીઠો લીમડો - ૫ થી ૬ પાન
  8. કાળા મરીનો પાવડર - ૧ અને ૧/૨ નાની ચમચી
  9. સોયા સોસ - ૧/૪ નાની ચમચી
  10. લીંબુનો રસ - ૧/૨ મોટી ચમચી
  11. મીઠું - ૧/૨ નાની ચમચી
  12. કોથમીર કે લીલા કાંદા - ૨ મોટી ચમચી ( સજાવવા માટે)

સૂચનાઓ

  1. ચીકન ને સારી રીતે ધોઈને નાના નાના ટુકડામાં કાપી લેવી.
  2. એક વાસણમાં આદુ - લસણની પેસ્ટ , લીલાં મરચાં ની પેસ્ટ , હળદર અને મીઠું નાંખીને બરાબર મિક્ષ કરવું. ત્યારબાદ તેમાં ચીકન નાંખીને ૨૦ મિનિટ માટે ફ્રીઝમાં મૂકી દેવું.
  3. એક નોનસ્ટિક પેણીમાં તેલ મૂકવું. તેમાં કાંદો અને કઢી લીમડો નાંખીને ૧ મિનિટ થવા દેવું.
  4. ત્યારબાદ તેમાં ચીકન નાંખીને ઢાંકીને થવા દેવું.
  5. ચીકન બરાબર ચઢી જાય પછી તેમાં સોયા સોસ અને મરી પાવડર નાંખવો.
  6. કોથમીર કે લીલા કાંદાથી સજાવવું.
  7. પીરસતી વખતે લીંબુનો રસ નાંખવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર