હોમ પેજ / રેસિપી / ચોકલેટ કેક

Photo of Chocolate cake by Varsha Joshi at BetterButter
1226
8
0.0(0)
0

ચોકલેટ કેક

Dec-26-2018
Varsha Joshi
30 મિનિટ
તૈયારી નો સમય
59 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોકલેટ કેક રેસીપી વિશે

મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ફોર બર્થડે રેસિપી... મે આ કેક ખાસ મારી દીકરીને બર્થડે સરપ્રાઈઝ આપવા માટે પહેલી વાર બનાવી છે. મને કેક બનાવવાનો કોઇ અનુભવ નહોતો. આભાર નિલમબેન બારોટનો કે જેમણે મને આટલી સરસ રીતે ઈઝી રેસિપી આપી અને ખુબ પ્રેમ થી સ્ટેપ્સ સમજાવ્યા અને મારું કેક બનાવવાનું સપનું પુરુ થયું.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • બાળકો ના જન્મદિવસ માટે
  • ગુજરાત
  • ફીણવું
  • બેકિંગ
  • ફ્રીઝ કરવું
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 6

  1. 200 ગ્રામ મેંદો
  2. 100 ગ્રામ કોકો પાવડર
  3. 200 ગ્રામ ડાર્ક ચોકલેટ
  4. દહીં એક કપ
  5. દૂધ એક કપ
  6. તેલ એક કપ
  7. વિનેગર એક ચમચી
  8. વેનિલા એસેન્સ એક ચમચી
  9. બેકિંગ પાવડર 100 ગ્રામ
  10. મીઠો સોડા અડધી ચમચી
  11. મીઠું અડધી ચમચી
  12. દળેલી ખાડ 100 ગ્રામ
  13. ફ્રેશ ક્રિમ અડધો કપ
  14. એક કૂકર મોટું
  15. કૂકરમાં. પાથરવા માટે મીઠું અલગથી
  16. કેક માટે એલ્યુમિનિયમ મોલ્ડ
  17. નાના ચોકલેટ શોટ્સ ના પેકેટ 4

સૂચનાઓ

  1. સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરો
  2. ત્યારબાદ મેંદો ચાળણીમાં ચાળી લો
  3. દળેલી ખાડ, બેકિંગ પાવડર,કોકો પાવડર પણ મેંદામા ચાળી લો
  4. તેમાં અડધી ચમચી મીઠું, મીઠો સોડા પણ મિક્સ કરી લો
  5. ત્યારબાદ દહીં, દૂધ અને તેલનું મિશ્રણ તૈયાર કરો
  6. તેમાં વેનિલા એસેન્સ ના ટીપાં અને વિનેગર ના ટીપાં નાખી દો
  7. બરાબર મિક્સ કરી લો
  8. ત્યારબાદ ગેસ પર કૂકરમાં તળિયે મીઠું પાથરી દો અને વચ્ચે કાઠો મુકી દો
  9. ઘીમાં તાપે કૂકર ગરમ થવા દો.
  10. હવે અડધો કપ ક્રિમમા ડાર્ક ચોકલેટ 50ગ્રામ છીણી અને મિશ્રણ ગરમ કરી ઠંડુ થાય એટલે થોડી વાર ફ્રીજમા મૂકી દો
  11. બરાબર મિક્સ કરો
  12. હવે દહીંવાળા મિશ્રણમા ધીમે ધીમે મેંદાવાળુ પાવડર મિશ્રણ ઉમેરો
  13. હવે બરાબર ફેટી લો
  14. મિશ્રણને ઈડલી ના ખીરા કરતાં પણ ઘાટું રાખવું
  15. હવે કેકના મોલ્ડમા બરાબર બટર લગાવી દો
  16. કેકના મિશ્રણ મા ઈનોનુ ઓરેન્જ ફલેવર અડધું ઉમેરો અને હલાવી કેકના મોલ્ડ મા મિશ્રણ ભરી દો
  17. ગરમ કૂકરમાં કાઠા પર બરાબર મૂકી દો
  18. કૂકરના ઢાકણની સીટી અને રીગ કાઢી લો અને કૂકર બંધ કરો
  19. 15 મિનિટ ધીમી આચ પર અને 20 મિનિટ મિડિયમ આચ પર બેક કરો
  20. વચ્ચે ચપ્પુથી ચેક કરો ચોટે નહિ તો સમજો બેક થઈ ગયું છે
  21. હવે એકદમ ઠંડુ પડવા દો
  22. ઠંડુ પડે એટલે મોલ્ડ કાઢીને એક પ્લેટમાં કાઢી લો. આસાનીથી નીકળી જશે
  23. ઠંડી પડે એટલે ઉપર ક્રિમ અને ડાર્ક ચોકલેટ વાળુ મિશ્રણ ઉપર બરાબર પાથરો અને થોડી ડાર્ક ચોકલેટ છીણી લો
  24. ઉપર ક્રિમથી લેયર કરો અને ચોકલેટ શોટ્સ ના બોલથી સજાવટ કરો
  25. બરાબર સજાવટ કરો
  26. ત્યારબાદ ઉપર બર્થડે કેન્ડલસ લગાવી દો
  27. તૈયાર છે બર્થડે ચોકલેટ કેક

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર