હોમ પેજ / રેસિપી / તંદુરી મોમોસ

Photo of Tanduri Momos by Jyoti Adwani at BetterButter
647
9
0.0(0)
0

તંદુરી મોમોસ

Dec-26-2018
Jyoti Adwani
30 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તંદુરી મોમોસ રેસીપી વિશે

તંદુરી મોમોસ ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ બને છે પાર્ટી માટે આ એક ખુબજ સરસ રેસિપી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • મિશ્રણ
  • ચાઇનીઝ
  • શેલો ફ્રાય
  • બાફવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. મેંદો 100 ગ્રામ
  2. મીઠું સ્વાદ મુજબ
  3. દહીં 1 મોટી કટોરી
  4. લાલ મરચું અડધી ચમચી
  5. કસૂરી મેથી અડધી ચમચી
  6. આદુ ,લસણ ની પેસ્ટ અડધી નાની ચમચી
  7. કોબી 1 વાટકી સમારેલી
  8. ગાજર 1 બારીક સમારેલું
  9. સિમલા મરચું 1 નાનું બારીક સમારેલું
  10. ઘી 1 ચમચી
  11. કોલસો 1
  12. તેલ 3 થઈ 4 મોટી ચમચી
  13. લસણ 5 કળી બારીક સમારેલી
  14. લીલું મરચું 1 બારીક સમારેલું
  15. કાળા મરી નો પાવડર ચપટી જેટલો
  16. હળદર અડધી નાની ચમચી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ મેંદા માં 1 ચમચી તેલ નું મોંણ અને સ્વાદ મુજબ મીઠું નાખી ને લોટ બાંધો અને 15 મિનિટ માટે મૂકી દો.
  2. કઢાઈ માં 1 ચમચી તેલ મુકો.
  3. તેલ ગરમ થતા જ તેમ લસણ મુકો અને પછી ફાસ્ટ ગેસ પર તેમાં કોબી, લીલું મરચું ,શિમલા મરચું અને ગાજર ઉમેરો.
  4. તેમાં સ્વાદ મુજબ મીઠું,કાળા મરી નો પાવડર ઉમેરો અને 2 મિનિટ સુધી મિક્સ કરી ને ગેસ બન્ધ કરો.
  5. હવે મેંદા માંથી નાની પુરી વળી લો.
  6. હવે તેમાં વચ્ચે તૈયાર કરેલું સ્ટફિંગ મુકો અને મોમોસ નો આકાર આપો.
  7. હવે મોમોસ ને 10 મિનિટ સુધી વરાળ માં મુકો.
  8. મોમોસ બની ગયા પછી તેને થોડા ઠંડા કરો.
  9. હવે દહીં માં મીઠું,કસૂરી મેથી,હળદર,લાલ મરચું નાખીને મિક્સ કરો.
  10. હવે બધા મોમોસ ને દહીં માં 15 મિનિટ માટે મેરીનેટ થવા મુકો.
  11. હવે પેન માં તેલ મુકો અને બધા મોમોસ ને સેલ્લો ફ્રાય કરો.
  12. હવે કોલસા ને બાળી લો અને એક વાટકી માં મુકો.
  13. મોમોસ ને પેન માંથી બહાર નથી કાઢવાના તેની વચ્ચે જ જગ્યા કરો અને વાટકી માં બળતો કોલસો મુકો.
  14. બળતા કોલસા ઉપર ઘી નાખી ને પેન ને કવર કરી લો 10 મિનિટ માટે.
  15. હવે પેન ને ખોલો અને ગરમાગરમ તંદુરી મોમોસ ને સોસ સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર