હોમ પેજ / રેસિપી / ગાજર સોયાવડી નો પુલાવ

Photo of Carrot soya pulao by Urvashi Belani at BetterButter
358
8
0.0(0)
0

ગાજર સોયાવડી નો પુલાવ

Dec-26-2018
Urvashi Belani
5 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાજર સોયાવડી નો પુલાવ રેસીપી વિશે

આ રેસીપી માં ગાજર ને છીણી અને સોટા વડી ને ફ્રાય કરી પુલાવ બનાવ્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • ધીમે ધીમે ઉકાળવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ બાસમતી ચોખા
  2. 3 કપ પાણી
  3. 2 ગાજર છીણેલું
  4. 1 કપ સોયાવડી
  5. 2 ચમચા તેલ
  6. 1 ચમચી જીરું
  7. આખા મસાલા (લવિંગ, તેજપાન, તજ, ફૂલ ચકરી)
  8. 1 ડુંગળી (લાંબી કાપેલી)
  9. 2 ચમચી વાટેલા આદુ લસણ મરચા
  10. 1 ટામેટું (નાનાં ટુકડા માં કાપેલું)
  11. 1/4 કપ લીલા વટાણા
  12. 1 ચમચી લાલ મરચું
  13. સ્વાદાનુસાર નમક
  14. 1/2 ચમચી બિરયાની મસાલો
  15. 1/2 ચમચી ગરમ મસાલો
  16. કોથમીર

સૂચનાઓ

  1. ચોખા ને 15 મિનિટ પાણી માં પલાળી, ધોઈ લેવા.
  2. સોયાવડી ને ઉકળતા પાણી માં નાખી 2 થી 3 મિનિટ માટે પાણી માં ઉકાળો, પછી ગરમ પાણી માંથી કાઢી ઠંડુ પાણી નાખી બરાબર નીચોવી લો.
  3. 2 ચમચી તેલ ગરમ કરી તેમાં સોયાવડી નાખો 1/2 ચમચી લાલ મરચું, 1/4 ચમચી બિરયાની મસાલો, 1/4 ચમચી ગરમ મસાલો અને સ્વાદાનુસાર નમક નાખી 4-5 મિનિટ સુધી ધીમી આંચ પર રાખો, વચ્ચેવચ્ચે હલાવતા રહેવું. જ્યારે સોયાવડી કડક થઇ જાય ત્યારે ગેસ બન્દ કરી દેવો અને સોયાવડી ને અલગ રાખો.
  4. એક વાસણ માં તેલ ગરમ કરી આખા મસાલા અને જીરું નાખો, આદુ મરચા લસણ ની પેસ્ટ અને ડુંગળી નાખી સાંતળો.
  5. જ્યારે ડુંગળી ગુલાબી થાય પછી ગાજર નાખી , ટામેટા નાખી 2 મિનિટ સાંતળો.
  6. હવે બધા મસાલા, ચોખા, વટાણા નાખી મિક્સ કરો.
  7. પાણી નાખી ઉકળવા દો.
  8. જ્યારે ચોખા ચઢી જાય ત્યારે સોયાવડી નાખી મિક્સ કરી, 1 મિનિટ ઢાંકી દો પછી ગેસ બન્દ કરી દો.
  9. કોથમીર નાખી ગરમા ગરમ પુલાવ દહીં સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર