હોમ પેજ / રેસિપી / વટાણા ના બ્રેડ પકોડા

Photo of Mutter bread pakoda by Kavi Nidhida at BetterButter
528
7
0.0(0)
0

વટાણા ના બ્રેડ પકોડા

Dec-26-2018
Kavi Nidhida
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વટાણા ના બ્રેડ પકોડા રેસીપી વિશે

શિયાળા માં વટાણા બહુ સરસ આવે , તો આજે એમાંથી બ્રેડ ની સાથે બનાવેલ પકોડા રજૂ કરું છું, જે ડિનર પાર્ટી માં ચાલે..

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • તળવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. સ્ટફિંગ માટે..
  2. 1½ કપ વટાણા,
  3. 3 લીલા મરચા,
  4. ½ ઇંચ આદુ ટુકડો,
  5. 7 કળી લસણ,
  6. ½ ટી સ્પૂન ગરમ મસાલો,
  7. 1 ટી સ્પૂન તલ,
  8. 1 ટેબલ સ્પૂન કોપરા ખમણ,
  9. ½ કપ શેકેલા સીંગદાણા,
  10. હળદર, નમક,
  11. 1 ટેબલ સ્પૂન ખાંડ,
  12. 1 ટેબલ સ્પૂન આમચૂર,
  13. 2 ટેબલ સ્પૂન તેલ,
  14. જીરુ અને હિંગ.
  15. ખીરા માટે..
  16. 1½ કપ બેસન,
  17. હળદર, મીઠું, લાલ મરચું
  18. ચપટી અજમા,
  19. ચપટી સોડા.
  20. તળવા માટે તેલ,
  21. 1 પેકેટ બ્રેડ.

સૂચનાઓ

  1. વટાણા, શીંગદાણા, મરચા, આદુ અને લસણ મિક્સી માં દળી લો
  2. એક વાસણમાં 2 ટેબલ સ્પૂન તેલ ગરમ કરી તેમાં જીરું અને હિંગ નાખી વટાણા વાળું મિશ્રણ અને બાકીના બધા મસાલા નાખી સાંતળો,
  3. ઢાંકી ને 7_8 મિનિટ ચડવા દો, વચ્ચે હલાવતા રહો. પુરણ તૈયાર છે,
  4. એક વાસણમાં બેસન, લાલ મરચું, અજમા, હળદર અને મીઠું નાખી પાણી થી ખીરું તૈયાર કરો,
  5. બ્રેડ ને વણી લો, નાની વાટકી થી ગોળ શેઇપ આપી ને કાપી લો,
  6. બે સ્લાઈસ ની વચ્ચે પુરણ ભરી ને ખીરા માં ડબોલી ને ગરમ તેલ માં મધ્યમ આંચ પર સોનેરી રંગના તળી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર