BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / બદામશેક

Photo of Badamshake by Hanika Thadani at BetterButter
0
8
0(0)
0

બદામશેક

Dec-26-2018
Hanika Thadani
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બદામશેક રેસીપી વિશે

પાર્ટીમાં ડેઝર્ટ તરીકે બદામશેક હોય તો બધાને મજા પડી જાય.બહારથી મંગાવીએ તો મોંગુ પડે એના કરતાં આ રીતે બનાવો સસ્તો અને બહાર જેવું જ બદામશેક.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ક્રિસમસ
  • ધીમે ધીમે ઉકાળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ કીલો દૂધ
  2. ૨ ચમચી વાનીલ કસ્ટર્ડ પાવડર
  3. ૧ વાટકી મિક્સ સુકામેવા
  4. ૧ વાટકી પલાળેલી બદામ
  5. ૧ વાટકી મિલ્કકેક
  6. ૮ ચમચી ખાંડ

સૂચનાઓ

  1. સૌપ્રથમ બદામ ને ૬ કલાક પાણીમાં પલાળી મુકો.
  2. એક વાટકીમાં થોડું દૂધ કાઢી બાકીનું દૂધ ગરમ કરવા મુકો.
  3. દૂધ ઉભરે એટલે એમાં ખાંડ,નાના ટુકડા માં કાપેલા સુકામેવા અને મિલ્કકૅક નાખો.
  4. દૂધ ઉકળે એટલે વાટકી ના બાકીના દૂધમાં કસ્ટર્ડ પાવડર નાખી મિક્સ કરો.
  5. આ પાવડરનું મિશ્રણ ધીમે ધીમે દૂધમાં નાખો.
  6. એના પછી સતત હલાવતા રહો.૨ મિનિટમાં ગેસ બંધ કરો.
  7. ફ્રીજમાં ઠડું કરવા મુકો.ઉપરથી બદામની કતરણ નાખી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર