હોમ પેજ / રેસિપી / બ્રેડ પકોડા

Photo of Bread pakoda by Shraddha Patel at BetterButter
473
5
0.0(0)
0

બ્રેડ પકોડા

Dec-27-2018
Shraddha Patel
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રેડ પકોડા રેસીપી વિશે

બ્રેડ પકોડા સૌ કોઈ નો ઓલટાઈમ ફેવરિટ નાસ્તો છે. જે કોઈ પણ સમયે ખાવાની મજા આવે છે અને ઝડપ થી બની પણ જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. બે બાફેલા બટાકા
  2. 8 નંગ બ્રેડ
  3. એક નંગ ડુંગળી બારીક સમારેલી
  4. 3-4 ચમચી બારીક સમારેલી કોથમીર
  5. સ્વાદ પ્રમાણે મીઠું
  6. એક ચમચી લીંબુ નો રસ
  7. 1 ચમચી ધાણાજીરું
  8. 1 ચમચી લાલ મરચું
  9. 1/2 ચમચી ગરમ મસાલો
  10. 2 કપ ચણા નો લોટ
  11. જરૂર મુજબ પાણી
  12. 1/2 ચમચી હળદર
  13. ચપટી સોડા
  14. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. બાફેલા બટાકા નો છૂંદો કરી લો. હવે તેમાં ડુંગળી, કોથમીર, મીઠું, ધાણાજીરું, લાલ મરચું, ગરમ મસાલો અને લીંબુ નો રસ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
  2. બ્રેડ પર આ મસાલો લગાવી ઉપર બીજી બ્રેડ મૂકો અને ક્રોસ મા કટ કરી લો.
  3. હવે એક વાસણ મા ચણા નો લોટ લો. તેમાં હળદર, મીઠું અને સોડા નાખો.
  4. જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું બનાવો.
  5. બ્રેડ ના કટકા ખીરા મા ડુબાડી ગરમ તેલ મા તળી લો.
  6. બ્રેડ પકોડા ને મનપસન્દ સૉસ કે ચટણી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર