હોમ પેજ / રેસિપી / દાબેલી ડિસ્ક

Photo of Dabeli disc by Urvashi Belani at BetterButter
587
11
0.0(0)
0

દાબેલી ડિસ્ક

Dec-27-2018
Urvashi Belani
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દાબેલી ડિસ્ક રેસીપી વિશે

અહીં દાબેલી નો મસાલો બનાવી તેને બ્રેડ ની ડિસ્ક બનાવી તેની અંદર નાખી બટર માં સેકી ને સર્વ કરી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • શેકેલું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. 8 થી 10 બ્રેડ સ્લાઈસ
  2. બટર (આવશકતાનુસર)
  3. મસાલો બનાવવા માટે
  4. 4 થી 5 બાફેલા બટાકા (મેશ કરેલા)
  5. 2 ચમચા તેલ
  6. 2 ચમસા દાબેલી મસાલો
  7. 2 ચમચા આમલી ની ચટણી
  8. 1 ચમચી ખાંડ
  9. સ્વાદાનુસાર નમક
  10. કોથમીર
  11. પીરસવા માટે:
  12. 1/2 કપ સિંગદાણા
  13. 1 દાડમ
  14. ભેળ ની સેવ
  15. આમલી ની ચટણી
  16. લસણ ની ચટણી
  17. દાબેલી મસાલો બનાવવા માટે
  18. 4 ચમચી વરિયાળી
  19. 4 ચમચી આખા ધાણા
  20. 4 ચમચી તલ
  21. 1 નાનો ટુકડો તજ
  22. 4 થી 5 લવિંગ
  23. 3 ચમચી જીરું
  24. 7 - 8 આખા લાલ મરચાં
  25. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું

સૂચનાઓ

  1. દાબેલી મસાલો બનાવવા માટે લાલ મરચું અને આખા મરચા સિવાય ની બધી સામગ્રી ભેગી કરી ધીમી આંચ પર 5 મિનિટ સેકી લો, હવે લાલ મરચું , આખા મરચા અને શેકેલી સામગ્રી ભેગી કરી મિક્સર માં પિસી લેવી.
  2. એક કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં દાબેલી મસાલો (1/2 કપ પાણી માં પલાળી) નાખી બટાકા, નમક, ખાંડ,ચટણી અને કોથમીર નાખી બરાબર મિક્ષ કરી લો.
  3. સિંગદાણા ને ગરમ તેલ માં તળી લેવા, પછી તેના પર નમક અને 1 ચમચી દાબેલી મસાલો નાખી મિક્સ કરવું.
  4. બટાકા ના મસાલા માં તળેલા સિંગદાણા અને દાડમ નાખી મિક્સ કરવું.
  5. બ્રેડ ની સ્લાઈસ ને ગોળાકાર માં કાપી લેવી, હવે અડધી સ્લાઈસ ને ફરી થી નાનાં ગોળાકાર માં કાપી રિંગ બનાવી લેવી
  6. બધી રિંગ ને નોનસ્ટિક તવા પર બટર નાખી સેકી લેવી.
  7. હવે બ્રેડ ની ગોળાકાર સ્લાઈસ લઈ તેના પરઆમલી ની ચટણી અને લસણ ની ચટણી લગાવી બ્રેડ રિંગ મુકો, વચ્ચે બટાકા નો મસાલો મૂકી નોનસ્ટિક તવા પર બટર લગાવી સેકી લો
  8. તૈયાર ડિસ્ક પર સેવ નાખી ટામેટા સોસ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર