હોમ પેજ / રેસિપી / મેટ સિગાર

Photo of Mat cigar by Urvashi Belani at BetterButter
0
13
0(0)
0

મેટ સિગાર

Dec-27-2018
Urvashi Belani
35 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેટ સિગાર રેસીપી વિશે

અહીં કાબુલી ચણા અને બટાકા નું પૂરણ બનાવ્યુંછે અને મેંદા ના લોટ થી મેટ નો આકાર બનાવી, વચ્ચે પૂરણ મૂકી તેને કવર કર્યું છે અને ડીપ ફ્રાય કરી સર્વ કર્યું છે

રેસીપી ટૈગ

  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 6

  1. 1 કપ બાફેલા કાબુલી ચણા
  2. 3 બાફેલા બટાકા મેશ કરેલા
  3. 3 ચમચા તેલ
  4. 1/2 ચમચી રાઈ
  5. 1/2 ચમચી તલ
  6. 1/4 ચમચી હિંગ
  7. 2 બારીક કાપેલા લીલા મરચા
  8. 1/2 ચમચી હળદર
  9. 1 ચમચી લાલ મરચું
  10. 1/2 ચમચી ગરમ મસાલો
  11. 1/2 ચમચી ચાટ મસાલો
  12. 1/2 લીંબુ નો રસ
  13. 1 ચમચી ખાંડ
  14. સ્વાદાનુસાર નમક
  15. કોથમીર
  16. લોટ બાંધવા માટે:
  17. 1 કપ મેંદો
  18. સ્વાદાનુસાર નમક
  19. 1/2 ચમચી અજમો
  20. 4 ચમચા તેલ
  21. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. સ્ટફિંગ માટે કાબુલી ચણા ને મિક્સર મા પીસી લેવા
  2. એક કઢાઈ માં તેલ ગરમ કરી રાઈ, તલ, લીલા મરચા અને હિંગ નાખી હળદર નાખો.
  3. બટાકા અને કાબુલી ચણા અને બધાં મસાલા, લીંબુ અને કોથમીર નાખી બરાબર મિક્સ કરી દો, 2 મિનિટ પછી ગેસ બન્દ કરી દો.
  4. મેંદા માં નમક, તેલ અને અજમો નાખી મિક્સ કરો, પાણી નાખી લોટ બાંધી લો અને આ લોટ ને 1/2 કલાક ઢાંકી ને મૂકી રાખો.
  5. હવે લોટ નો એક લુઓ લઈ તેની રોટલી વણી લો, પછી આ રોટલી ની લાંબી પટ્ટીઓ કાપી લો.
  6. આ પટ્ટીઓને મેટ ની જેમ ગોઠવો.
  7. પછી વચ્ચે સ્ટફિંગ મૂકી, રોલ વાળી સ્ટફિંગ પેક કરો. આ રીતે બધી સિગાર બનાવી લો.
  8. ગરમ તેલ માં મીડિયમ આંચ પર ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો.
  9. ગરમા ગરમ ટોમેટો સોસ અથવા આમલી ની ચટણી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર