હોમ પેજ / રેસિપી / હેલ્દી સોયા કબાબ

Photo of Mix veg soya kabab by Urvashi Belani at BetterButter
26
7
0.0(0)
0

હેલ્દી સોયા કબાબ

Dec-28-2018
Urvashi Belani
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હેલ્દી સોયા કબાબ રેસીપી વિશે

આ કબાબ માં મિક્સ વેજ અને સોયા વડી નો ઉપયોગ કરી બનાવ્યા છે, જે બહુ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બને છે.

રેસીપી ટૈગ

 • વેજ
 • સામાન્ય
 • ડીનર પાર્ટી
 • ભારતીય
 • શેલો ફ્રાય
 • સ્નેક્સ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

 1. 1 કપ સોયાબીન વડી નો ચૂરો
 2. 1 બાફેલો બટાકો (મેશ કરેલો)
 3. 1/2 કપ બારીક કાપેલી શાકભાજી (વટાણા, ગાજર, પત્તાંગોબી, ફુલાવર)
 4. 1/2 ડુંગળી (બારીક કાપેલી)
 5. 1 ચમચી વાટેલા આદુ લસણ
 6. 2 ચમચી તેલ
 7. 1 ચમચી કોર્નફ્લોર
 8. 1/2 કપ બ્રેડક્રમસ
 9. 1 ચમચી શેકેલા સિંગદાણા
 10. 1 ચમચી લાલ મરચું
 11. સ્વાદાનુસાર નમક
 12. 1/2 ચમચી ગરમ મસાલો
 13. 1/2 ચમચી ચાટ મસાલો
 14. 1/2 લીંબુ નો રસ
 15. 1 ચમચી ખાંડ
 16. કોથમીર
 17. તેલ શેલો ફ્રાય કરવા માટે

સૂચનાઓ

 1. સોયાબીન ના ભુકા ને 5 મિનિટ પાણી માં ઉકાળો, પછી પાણી કાઢી બરાબર નીચોવી ને બધું પાણી કાઢી લો.
 2. એક વાસણ માં તેલ ગરમ કરી ડુંગળી અને આદુ લસણ નાખી 1 મિનિટ સાંતળો, હવે તેમાં શાકભાજી અને સોયાબીન ભૂકો નાખી 2 મિનિટ સાંતળી લો.
 3. ઠંડુ થયાં પછી બટાકો, બધાં મસાલા, લીંબુ, કોર્નફ્લોર,સિંગદાણા, બ્રેડક્રમસ અને કોથમીર નાખી બરાબર મિક્સ કરી લો.
 4. આ મિશ્રણ માંથી નાની નાની ગોળ ટિક્કી બનાવી લો, નોનસ્ટિક તવા પર થોડું તેલ નાખી ધીમી આંચ પર બન્ને બાજુ થી સેકી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર