હોમ પેજ / રેસિપી / ક્રિસમસ કપ કેક

Photo of Christmas cup cake by Harsha Israni at BetterButter
15
16
0.0(0)
0

ક્રિસમસ કપ કેક

Dec-29-2018
Harsha Israni
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ક્રિસમસ કપ કેક રેસીપી વિશે

આ કેક નારંગીના જયુસ,આદુનો રસ,તજ પાવડર,ખજૂર,કિસમીસ,અખરોટ,બદામ ઉમેરીને અલગ જ ટેસ્ટી બનાવ્યુ છે.

રેસીપી ટૈગ

 • આસાન
 • ક્રિસમસ
 • પારસી
 • માઈક્રોવેવિંગ
 • ડેઝર્ટ
 • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 10

 1. ૨૦૦ ગ્રામ મેદો
 2. ૨૦૦ ગ્રામ દળેલી ખાંડ
 3. ૧૦૦ ગ્રામ માખણ /૧૦૦ લિટર તેલ
 4. ૧૦૦ ગ્રામ દહીં
 5. ૧ નંગ નારંગી
 6. ૭-૮ નંગ ખજૂર( ઝીણા સમારેલા)
 7. ૧૦ થી ૧૫ નંગ સુકી દ્રાક્ષ
 8. ૧/૪ ટી-સ્પૂન તજ પાવડર
 9. ૧/૨ ટી-સ્પૂન ખાવાનો સોડા
 10. ૧/૪ ટી-સ્પૂન આદુનો રસ
 11. ૨ ટેબલસ્પૂન કોકો પાવડર
 12. ૧/૨ ટી-સ્પૂન ચોકલેટ એસેન્સ
 13. ૧/૨ કપ અખરોટ અને શેકેલી બદામના ટુકડા
 14. ૧/૨ કપ દૂધ અથવા જરુર મુજબ
 15. ૧૦ થી ૧૨ નંગ પેપર કપ
 16. સજાવવા માટે -
 17. વ્હીપ ક્રીમ
 18. ડાર્ક ચોકલેટ
 19. જેમ્સ

સૂચનાઓ

 1. સૌ પ્રથમ એક બાઉલમાં નારંગીનો રસ કાઢી તેમાં ખજૂર અને સુકી દ્રાક્ષ ૨-૩ કલાક પલાળી લો.
 2. એક બાઉલમાં મેદો,સોડા અને દળેલી ખાંડ ચાળી લો.
 3. હવે તેમાં કોકો પાવડર,ચોકલેટ એસેન્સ તજ પાવડર,આદુનો રસ,દહીં,માખણ,નરંગીના રસમાં પલાળેલા ખજૂર-સુકી દ્રાક્ષ ,બદામ-અખરોટના ટુકડા અને જરુર મુજબ દૂધ ઉમેરી કેક માટે મિશ્રણ તૈયાર કરો.
 4. કેકના મિશ્રણ તૈયાર કરતી વખતે દૂધ જરુર મુજબ જ લેવુ .તૈયાર છે કેક માટે મિશ્રણ.
 5. મફીન ડીશમાં પેપર કપને ગોઠવો.તૈયાર કરેલા મિશ્રણને પેપર કપમાં ચમચી વડે ૧/૨ ઈંચ ખાલી રહે તેમ નાખો.ઉપર બદામ -અખરોટના ટુકડા ભભરાવી દો.
 6. મિશ્રણ ભરેલા કપને ૧૮૦ં ડિગ્રી કન્વેશન મોડ પર પ્રિહિટ ઓવનમાં ૨૫-૩૦ મિનિટ માટે બેક થવા મૂકો .બેક થયા પછી ટૂથ પીક વડે તપાસો કેક તૈયાર છે કે નહિ.જો ટૂથપીકમાં મિશ્રણ ચોટે નહિ તો કેક તૈયાર છે.
 7. તૈયાર છે ક્રીસમસ કપ કેક વ્હીપ ક્રીમથી ગોળ ડિઝાઈન બનાવો.ડાર્ક ચોકલેટને ૩૦ સેકેન્ડ ઓવનમાં ગરમ કરી અથવા ડબર બોઈલર કરી ઓગાળી દો.ઓગાળેલી ચોકલેટને પાઈપીંગ બેગમાં ભરીને વ્હીપ ક્રીમની ઉપર ગોળ લાઈન બનાવો છેલ્લે જેમ્સથી સજાવો.
 8. કેકને તમે વ્હીપ ક્રીમ વગર પણ પીરસી શકો છો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર