હોમ પેજ / રેસિપી / Namkeen Khaman Cake

Photo of Namkeen Khaman Cake by Manisha Monani at BetterButter
1160
18
0.0(0)
0

Namkeen Khaman Cake

Dec-29-2018
Manisha Monani
45 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ચણા નો લોટ ૫૦૦ ગ્રામ
  2. પાલક ની પ્યુરી ૧ વાટકી
  3. બીટ ની પ્યુરી ૧ વાટકી
  4. નમક સ્વાદ અનુસાર
  5. બેકિંગ સોડા
  6. દાડમ
  7. મકાઈ
  8. દહીં નો મસ્કો
  9. મેંદો
  10. કોથમીર
  11. લાલ મરચાં
  12. લીલા મરચાં
  13. ગોળ
  14. લસણ
  15. લીલું લસણ
  16. ફૂદીનો
  17. કાળા તલ
  18. ખાંડ
  19. તેલ
  20. લીંબુ નો રસ
  21. માયોનીઝ
  22. બટર

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ચણા નો લોટ લઈ તેના ૩ એક સરખા ભાગ કરવા.
  2. પેલા ભાગ માં નમક, ખાંડ, સોડા અને પાણી નાખી મિક્સ કરવું. ત્યાર બાદ લીંબુ નાખી અને એકદમ બીટ કરવું.
  3. ગેસ ઓન કરી ઢોકડિયું ગરમ કરવા મૂકવું. થાળી માં તેલ લગાવી બેટર નાખવું અને ૧૦ મિનિટ માટે કુક કરવું. આમ પેલું લેયર રેડી કરવું.
  4. બીજા ભાગ માં પાલક ની પ્યુરી, નમક, ખાંડ, સોડા અને પાણી નાખી મિક્સ કરવું. બેટર થાળી માં નાખી ૧૦ મિનિટ કુક કરવું. આમ બીજું લેયર રેડી કરવું.
  5. ત્રીજા ભાગ માં બીટ ની પ્યુરી, નમક, ખાંડ, સોડા અને પાણી નાખી મિક્સ કરવું. બેટર થાળી માં નાખી ૧૦ મિનિટ કુક કરવું. આમ ત્રીજું લેયર રેડી કરવું.
  6. વ્હાઈટ સોસ બનાવવા માટે: પેન માં બટર મૂકી તેમાં ૨ ટે સ્પૂન મેંદા નો લોટ નાખી ને સરખું સેકી લેવો. ત્યાર બાદ તેમાં થોડું થોડું દૂધ નાખી ઘટ થવા દેવું. ઠંડુ થઈ પછી તેમાં દહીં નો મસ્કો, માયોનિઝ અને નમક નાખી સરખું મિક્સ કરી લેવું. આમ વ્હાઈટ ક્રીમ રેડી કરવું.
  7. રેડ ચટણી બનાવવા માટે: લસણ, ટામેટા, લાલ મરચા, ગોળ અને નમક નાખી ચરન કરી લેવું.
  8. ગ્રીન ચટણી બનાવવા માટે: કોથમીર, મરચા, ફૂદીનો, લીલું લસણ, લીંબુ, ખાંડ અને નમક નાખી ચરન કરી લેવું.
  9. એક પ્લેટ લઈ તેમાં બીટ વાળુ ખમણ રખુવું. તેની ઉપર ગ્રીન ચટણી અપ્લાઈ કરવી. તેની ઉપર પાલક વાળુ ખમણ મૂકવું. તેની ઉપર ટામેટા અને લાલ મરચા નો ચટણી અપ્લાઇ કરવી. એની ઉપર નોર્મલ ખમણ નું લેયર રાખવું.
  10. બનેવલ વ્હાઈટ ક્રીમ થી કેકે ને કવર કરી દેવી.
  11. દાડમ ના દાણા અને મકાઈ થી ડેકોરેશન કરવું.
  12. કાળા તલ સ્પ્રિંકલ કરવા.
  13. લાલ, લીલા મરચા અને ફુદીના પાન થી ફાઇનલ ટચ દેવું.
  14. સર્વ કરવા માટે: રેડ અને ગ્રીન ચટણી.
  15. તો રેડી છે અપડી પાર્ટી સ્પેશ્યિલ ખમણ કેક.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર