હોમ પેજ / રેસિપી / પનીર કઢાઈ

Photo of Paneer kadhai by Varsha Joshi at BetterButter
437
0
0.0(0)
0

પનીર કઢાઈ

Dec-29-2018
Varsha Joshi
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર કઢાઈ રેસીપી વિશે

મે આ પંજાબી સબ્જી રેસિપી ફેસબુક વિડિયો પર gobbel નો.વિડિયો જોઈને બનાવી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • પેન ફ્રાય
  • ધીમે ધીમે ઉકાળવું
  • ગ્રીલ્લીંગ
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 250ગ્રામ પનીર
  2. આદું લસણની પેસ્ટ
  3. ચાટ મસાલો
  4. કસુરી મેથી
  5. ગરમ મસાલો
  6. ક્રિમ
  7. ઝીણી સમારેલી ડુંગળી
  8. ટામેટાં પ્યુરી
  9. મીઠું સ્વાદનુસાર
  10. લાલ મરચું પાવડર
  11. તેલ

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક બાઉલમાં પનીર ના પીસ કરેલા અને તેમાં આદું લસણની પેસ્ટ, લાલ મરચું પાવડર,કસુરી મેથી, ચાટ મસાલો અને તેલ નાખી મિક્સ કરો
  2. આ પનીર મેરિનેટ 15 મિનિટ રાખો
  3. ત્યારબાદ તે પનીરને એક નોનસ્ટિક કડાઈમાં તેલ મુકી સાતળો
  4. બરાબર લાલ થવા દો
  5. એક બાઉલમાં કાઢી લો
  6. ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી લો
  7. ટામેટાં પ્યુરી બનાવો
  8. એક કડાઈમાં વઘાર માટે તેલ ગરમ કરો.તેમાં જીરું વઘારો
  9. ડુંગળી નાખો
  10. તેમાં આદું લસણની પેસ્ટ, ધાણાજીરું પાવડર, લાલ મરચું પાવડર નાખી હલાવો
  11. ત્યારબાદ ટામેટાં પ્યુરી ઉમેરો
  12. બરાબર મિક્સ કરી ઉકાળો
  13. બરાબર ઉકળે પછી તેમાં ગરમ મસાલો, ક્રિમ, મીઠું ઉમેરો
  14. બરાબર મિક્સ કરી 5 મિનિટ ઉકાળો
  15. ઉકળે એટલે સાતળેલુ પનીર ઉમેરો
  16. બરાબર હલાવી ઉકાળો
  17. ત્યારબાદ એક બાઉલમાં કાઢીને ઉપર કોથમીર ભભરાવો
  18. તૈયાર છે ગરમાગરમ પનીર કઢાઈ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર