હોમ પેજ / રેસિપી / Manhow Soup

Photo of Manhow Soup by Mital Viramgama at BetterButter
5
6
0.0(1)
0

Manhow Soup

Dec-30-2018
Mital Viramgama
5 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

 • વેજ
 • ડીનર પાર્ટી
 • ઉકાળવું
 • ગરમ પીણાં
 • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 4

 1. 4 કપ વેજીટેબલ સ્ટોક
 2. 1ટેબલ સ્પૂન ઝીણું કાપેલું લસણ
 3. 1ટેબલ સ્પૂન ઝીણું કાપેલું આદું
 4. 1ટેબલ સ્પૂન લીલાં મરચાં જીણા સમારેલા
 5. 5 ટેબલ સ્પૂન જીણી સમારેલી કોબી
 6. 2ટેબલ સ્પૂન ખમણેલું ગાજર
 7. 3 ટેબલ સ્પૂન લીલી ડુંગળી સમારેલી
 8. 1/2સ્પૂન કોર્ન ફ્લોર
 9. 1ટેબલ સ્પૂન સોયાસોસ
 10. 2ટેબલ સ્પૂન ટામેટો સોસ
 11. 1ટી સ્પૂન વીનેગર
 12. 4ટેબલ સ્પૂન જેટલા નૂડલ્સ તળેલા
 13. 1સ્પૂન બટર અથવા તેલ
 14. નીમક

સૂચનાઓ

 1. સૌથી પહેલાં ગાજર,કોબી,ડુંગળી બધું ઝીણું સમારીલો.
 2. હવે એક નોન સ્ટીક પેનમાં તેલ સહેજ ગરમ કરી તેમાં લસણ આદુ જીણુ સમારેલુ નાખી મીક્સ કરી લો.
 3. હવે સમારેલા શાક નાખી દો. થોડી કોબી,ગાજર,ડુંગળી ઉપર સજાવા માટે 1ટેબલ સ્પૂન જેટલાં અલગ કાઢી લેવા ના.
 4. ફાસ્ટ ગેસ ઉપર મીક્સ કરવાનું પછી અંદર વેજીટેબલ સ્ટોક નાખી દો.
 5. બરાબર ઉકળે એટલે તેમાં લીલા મરચાં કાપેલા તેમજ કોર્ન ફ્લોર ને પાણી મા ઓગાળી ને નાખી દો.
 6. હવે ટામેટો સોસ અને સોયાસોસ,વીનેગર નાખી નીમક સ્વાદ અનુસાર નાખી બે થી પાંચ મીનીટ ફાસ્ટ ગેસ ઉપર કુક કરવાનું. બાકી ના સ્પાઇસ તીખાશ ખટાસ તમારાં સ્વાદ અનુસાર નાંખવા.
 7. હવે તૈયાર છે મનચાઉં સૂપ ઉપર થી તળેલા નૂડલ્સ અને કોબી ને નાખી ગરમાગરમ સવઁ કરો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Anita Rajai
Dec-30-2018
Anita Rajai   Dec-30-2018

Noodles ne tame fry kai rite karyu, boil karya pachi fry karyu hase ne

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર