હોમ પેજ / રેસિપી / બાજરાનો રોટલો અને દહીંવાળા ખાટા મીઠા મગ

Photo of Bajri rotlo and moong in curd by Varsha Joshi at BetterButter
1398
0
0.0(0)
0

બાજરાનો રોટલો અને દહીંવાળા ખાટા મીઠા મગ

Dec-30-2018
Varsha Joshi
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બાજરાનો રોટલો અને દહીંવાળા ખાટા મીઠા મગ રેસીપી વિશે

શિયાળામાં ઠંડીનુ જોર હોય તો જમવામાં શરીર માટે બાજરો સારો કેમકે બાજરામા ગરમ તત્વ હોવાથી શિયાળામાં સ્વાસ્થ્યપ્રદ છે.અને તેની સાથે મગનું ખાટું મીઠું શાક સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • બીજા
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • શેકેલું
  • પ્રેશર કુક
  • બાફવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. બાજરાનો લોટ 500 ગ્રામ
  2. પલાળીને રાખેલ મગ 250ગ્રામ
  3. દહીં 100 ગ્રામ
  4. લાલ મરચું પાવડર
  5. હળદર પાવડર
  6. મીઠું સ્વાદનુસાર
  7. ખાડ જરૂરિયાત મુજબ
  8. 1 ચમચી લસણની પેસ્ટ
  9. ગરમ મસાલો
  10. વઘાર માટે તેલ
  11. રોટલાના લોટ માટે પાણી

સૂચનાઓ

  1. સૌપ્રથમ મગ 4 સીટી વગાડી કૂકરમાં બાફી લો
  2. ત્યારબાદ એક કડાઈમાં વઘાર માટે તેલ ગરમ કરો
  3. તેમાં લસણની પેસ્ટ વઘારો
  4. ત્યારબાદ બાફેલા મગ વઘારો
  5. ગેસ ધીમો કરી મગમા લાલ મરચું પાવડર, હળદર, મીઠું અને ખાંડ ઉમેરો
  6. બરાબર હલાવી લો
  7. ત્યારબાદ દહીં ઉમેરો
  8. બરાબર ઉકાળો અને ગરમ મસાલો ઉમેરો
  9. હવે મગ ઉતારી લો
  10. ગેસ પર ધીમી આચ પર માટીની કલાડી(તાવડી)ગરમ કરવા મૂકો
  11. અને એક કથરોટમા થોડો બાજરાનો લોટ લો
  12. તેમાં મીઠું ઉમેરો
  13. અને થોડું થોડું પાણી નાખતા જાવ અને લોટ મસળતા જાવ
  14. ત્યારબાદ લોટ બરાબર મસળી અને લોટમાંથી મોટો લુવો લો
  15. હાથમાં થોડું થોડું પાણી લગાવતા જાવ અને બે હથેળી વચ્ચે રોટલો ગોળગોળ ટીપતા જાવ
  16. ટીપતા ટીપતા આંગળાની છાપ પણ રોટલાની કોર ફરતે પડતી જશે
  17. બરાબર રોટલો ટીપાય જાય એટલે ગરમ કરેલી તાવડીમાં રોટલો નાખો
  18. એક બાજુ શેકાઈ એટલે બીજી બાજુ ધીમી આચ પર શેકી લો
  19. ત્યારબાદ ગેસ ધીમોજ રાખી અને રોટલાને સીધો ગેસની આચ પર જ ઊંધો કરી શેકી લો
  20. રોટલો ફૂલશે
  21. ત્યારબાદ ઉતારી લો અને થાળીમાં કાઢીને રોટલાનુ ફૂલેલુ પડ ખોલીને વચ્ચે ચોખ્ખું ઘી નાખો
  22. તૈયાર છે ગરમ ગરમ રોટલો અને ખાટા મીઠા મગ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર