હોમ પેજ / રેસિપી / કોદરી-ચણા કબાબ

Photo of BLACK GRAM- KODRI KEBABS by Deepa Rupani at BetterButter
3
7
0.0(0)
0

કોદરી-ચણા કબાબ

Dec-31-2018
Deepa Rupani
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોદરી-ચણા કબાબ રેસીપી વિશે

કબાબ, ટીક્કી વિના કોઈ પણ પાર્ટી અધૂરી હોય છે. આજકાલ બધા સ્વાસ્થ્ય બાબતે જાગૃત થયા છે એટલે તળેલા ની બદલે શલો ફ્રાય કબાબ પર પસંદગી થાય છે. એમાં પણ હેલ્થી સામગ્રી થી બનાવીએ તો સૌ પ્રેમ થી અને અપરાધ ભાવ વિના ખાય છે. આજ ના આપણાં કબાબ ની મૂળ સામગ્રી શક્તિ થી ભરપૂર કાળા ચણા અને gluten free કોદરી છે.

રેસીપી ટૈગ

 • વેજ
 • સામાન્ય
 • કિટ્ટીપાર્ટી
 • ગુજરાત
 • શેલો ફ્રાય
 • સ્નેક્સ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

 1. 1 કપ pressure કુક કરેલી કોદરી
 2. 1 કપ બાફેલા કાળા ચણા
 3. 1/4 કપ ઓટ્સ( ગ્રાઇન્ડ કરેલા)
 4. 1/4 કપ ઝીણી સુધારેલું કોથમીર
 5. 1 tbsp લીલા મરચા વાટેલા
 6. 1 tbsp લીંબુ નો રસ
 7. મીઠું સ્વાદાનુસાર
 8. શલો ફ્રાય માટે તેલ
 9. ચાટ મસાલો

સૂચનાઓ

 1. બાફેલા ચણા ને મિક્સર માં વાટી લો.
 2. બાકીની સામગ્રી મિક્સ કરી કણક જેવું બનાવી લો.
 3. તેમાંથી તમારી પસંદ ના આકાર ના કબાબ બનાવો.
 4. થોડું તેલ મૂકી બંને બાજુ થી કૂક કરી લો, crispy થાય ત્યાં સુધી.
 5. ચાટ મસાલો છાંટી, ગરમ ગરમ, ચટણી કે કેચુપ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર