Photo of Idra sandvich by Urvashi Belani at BetterButter
612
10
0.0(0)
0

Idra sandvich

Dec-31-2018
Urvashi Belani
720 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • મિશ્રણ
  • ગ્રીલ્લીંગ
  • બાફવું
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. ઇડદા બનાવવા માટે:
  2. 11/2 કપ ચોખા
  3. 1/2 કપ અડદ ની સફેદ દાળ
  4. 1 ચમચી દહીં
  5. 1 ચમચી ઇનો
  6. સ્વાદાનુસાર નમક
  7. સેન્ડવિચ બનાવવા માટે:
  8. 1 બાફેલા બટાકા ની સ્લાઈસ
  9. 1/2 ડુંગળી ની સ્લાઈસ
  10. 1/2 કાકડી ની સ્લાઈસ
  11. 1/2 ગાજર ની સ્લાઈસ
  12. 1/2 ટામેટા ની સ્લાઈસ
  13. ચાટ મસાલો
  14. લીલા ધાણા ની ચટણી
  15. બટર
  16. ચીઝ સ્લાઈસ

સૂચનાઓ

  1. ઇડદા બનાવવા માટે ચોખા અને દાળ ને અલગ અલગ 5 થી6 કલાક સુધી પાણી માં પલાળી રાખો, પછી પાણી કાઢી બન્ને ને અલગ અલગ મિક્સર માં પીસી લેવું.
  2. હવે આ મિશ્રણ ને ભેગું કરી તેમાં નમક અને દહીં નાખી મિક્સ કરી, ગરમ જગ્યાએ ઢાંકી ને 6 -7 કલાક માટે મૂકી દો.
  3. આથો આવી જાય ત્યારે તેમાં ઇનો નાખી, બરાબર હલાવી ઢોકળા ની જેમ 15 થી 20 મિનિટ સુધી વરાળ માં બાફી લો.
  4. ઠંડુ થયા પછી ઇડદા ને ચોરસ બ્રેડ ના આકાર માં કાપી લો.
  5. ઇડદા ની ચોરસ સ્લાઈસ પર લિલી ચટણી અને બટર ફેલાવી ને લગાડો
  6. હવે તેના પર બટાકા ની સ્લાઈસ, ટામેટા ની સ્લાઈસ, ગાજર ની સ્લાઈસ, ડુંગળી અને કાકડી ની સ્લાઈસ ને એક પછી એક ગોઠવો અને ચાટ મસાલો લગાવો, પછી ફરી ઇડદા ની સ્લાઈસ મૂકી તેના પર ચીઝ સ્લાઈસ મૂકી ફરી થી ઇડદા ની સ્લાઈસ થી ઢાંકી દો અને ટોસ્ટર માં ગોલ્ડન થાય ત્યાં સુધી ગ્રીલ કરી, ટામેટા સોસ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર