હોમ પેજ / રેસિપી / ગાજરનો હલવો

Photo of Gajar halwa by Hiral Hemang  Thakrar at BetterButter
509
9
0.0(0)
0

ગાજરનો હલવો

Dec-31-2018
Hiral Hemang Thakrar
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાજરનો હલવો રેસીપી વિશે

શિયાળાની સિઝનમાં પાર્ટી અરેન્જ કરીએ અને ગાજરનો હલવો ના બનાવીએ એવું કેમ ચાલે? મેં માઈક્રોવેવ માં હલવો બનાવ્યો છે ઝડપથી બની જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • માઈક્રોવેવિંગ
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 2

  1. નાયલોન ગાજર 500 ગ્રામ
  2. મલાઈવાળું દુધ 1 કપ
  3. ઘી 2 ચમચી
  4. ખાંડ 5 ચમચી
  5. કાજુ બદામ પિસ્તા ની કતરણ જરૂરત મુજબ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ગાજરને છોલી ખમણી લો.
  2. માઈક્રોવેવ પ્રુફ બાઉલ લઈ તેમાં ગાજરનું ખમણ અને ઘી ઉમેરી મિકસ કરી માઈક્રોવેવમાં મુકો.
  3. 3 મીનીટ પછી બીપ બીપ સાઉન્ડ થાય એટલે તેમાં મલાઈવાળું દુધ અને ખાંડ ઉમેરી ફરીથી 10 મીનીટ માટે માઈક્રોવેવમાં મુકો.
  4. વચ્ચે સ્ટોપ કરી ચમચાથી હલાવી લેવું.
  5. મારે માઈક્રોવેવના ઈનબીલ્ટ સેટિંગ પ્રમાણે આટલા માપે હલવો 13 મીનીટ માં તૈયાર થઈ જાય છે.
  6. લો ગાજરનો હલવો તૈયાર.
  7. હવે ગરમાગરમ હલવાને કાજુ બદામ પિસ્તાની કતરણથી ડેકોરેટ કરી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર