વેજ તંદૂરી ટીક્કા | Veg Tandoori Tikka Recipe in Gujarati

  ના દ્વારા safiya abdurrahman khan  |  1st Jan 2019  |  
  0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Veg Tandoori Tikka by safiya abdurrahman khan at BetterButter
  વેજ તંદૂરી ટીક્કાby safiya abdurrahman khan
  • તૈયારીનો સમય

   10

   મીની
  • બનાવવાનો સમય

   90

   મીની
  • પીરસવું

   6

   લોકો

  7

  0

  વેજ તંદૂરી ટીક્કા

  વેજ તંદૂરી ટીક્કા Ingredients to make ( Ingredients to make Veg Tandoori Tikka Recipe in Gujarati )

  • ૨ મોટી ચમચી ખમણેલુ કોબી
  • ૨ મોટી ચમચી ખમણેલુ ફૂલગોભી
  • ૨ મોટી ચમચી ખમણેલુ દુધી
  • ૨ મોટી ચમચી ખમણેલુ કોળુ
  • ૧ બટાટા(મોટુ) ખમણેલુ
  • ૧ કેપ્સીકમ ખમણેલુ
  • ૧ ગાજર (મધ્યમ) ખમણેલુ
  • ૧/૪ કપ ચણાનો લોટ
  • ૧ નાની ચમચી લીલા મરચાની પેસ્ટ
  • ૧ નાની ચમચી મીઠુ
  • તંદૂરી મસાલાની સામગ્રી
  • ૪ મોટી ચમચી ચણાનો લોટ
  • ૪ મોટી ચમચી દહી
  • ૩ મોટી ચમચી રાઈ નુ તેલ
  • ૧ મોટી ચમચી કોથમીર સમારેલી
  • ૧ મોટી ચમચી કસ્તુરી મેથી
  • ૧ નાની ચમચી આદું લસણ પેસ્ટ
  • ૧/૨ નાની ચમચી ચીલી ફ્લેક્સ
  • ૧/૨ નાની ચમચી ચાટ મસાલો
  • ૧/૨ નાની ચમચી સેન્ધવ મીઠુ
  • ૧ લીંબુ
  • ચપટી ખાવાનો લાલ કલર

  How to make વેજ તંદૂરી ટીક્કા

  1. ખમણેલી બધી શાકભાજી ને ભેગી કરો.
  2. પાણી થી ધોઈ નીચોવી કાઢૉ.
  3. તેમાં ચણાનો લોટ, લીલા મરચાં ની પેસ્ટ, મીઠુ નાખી મેળવો. બધુ બરાબર મિક્સ કરો.
  4. એલ્યુમિનિયમ ની થાળીને તેલથી ચીકણી કરી તેમાં આ મિશ્રણ બરાબર પાથરો.
  5. મોટા વાસણમાં પાણી ઉકાળો, અને થાળી ને સ્ટેન્ડ પર ગોઠવી દો.
  6. ૧૦ - ૧૨ મીનીટ મધ્યમ થિ ઉંચા તાપે ઢાંકીને બાફી લો.
  7. ૧૦ -૧૨ મિનીટ પછી ઢાંકણ ખોલી, સહેજ ઠંડું થાય તો ચોરસ કટકા કરો.
  8. એક બીજા વાસણમાં તંદૂરી મસાલાની સામગ્રી ભેગી કરો.
  9. બધુ બરાબર મિશ્ર કરો, એક થી બે ચમચી પાણી ને લાલ કલર સાથે મિક્સ કરી તે પણ ઉમેરી મિશ્ર કરો.
  10. બાફેલા કટકા ને તંદૂરી મસાલામાં બરાબર મેરીનેટ કરો.
  11. ગેસ તંદૂર પર આ તૈયાર ટીક્કા ને શેકવા મૂકો.
  12. ઢાંકીને ૧૫ મિનીટ શેકાવા દો, પછી ઢાંકણ ખોલી બીજી બાજુ પલટી ૧૫ મિનીટ વધું શેકાવા દો.
  13. આ મુજબ મે બે વાર બનાવ્યું છે, જ્યારે વેજ ટીક્કા થઈ જાય તૌ એક પ્લેટ પર કાઢી લો.
  14. ચાટ મસાલો છાંટો, લીંબુ,કોથમીર, કાંદા ણે ટામેટા સમારી સર્વ કરો.

  Reviews for Veg Tandoori Tikka Recipe in Gujarati (0)