હોમ પેજ / રેસિપી / સ્પીગરોલ

Photo of Springrolls by Mital Viramgama at BetterButter
132
6
0.0(0)
0

સ્પીગરોલ

Jan-01-2019
Mital Viramgama
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્પીગરોલ રેસીપી વિશે

સ્પીગરોલ એક ચાઈનીઝ ફૂડ છે.અને પાર્ટી મા સ્ટાટર માટે બેસ્ટ ઓપ્શન છે. ક્રીસપી અને ટેસ્ટી સ્ટાટર છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • ચાઇનીઝ
  • સ્ટર ફ્રાય
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. સ્પીગરોલ ની સીટ બનાવા માટે
  2. 1કપ મેદો
  3. 1/2સ્પૂન નીમક
  4. 1ટી સ્પૂન લેમન જયુસ
  5. સ્પીગરોલ ના મસાલા માટે
  6. 2 કપ લાંબી જુલીયન મા કાપેલી કોબી
  7. 1/2 કપ જાડું ખમણેલું ગાજર
  8. 2ડુંગળી લાંબી સ્લાઇ મા સમારેલી
  9. 2 કેપ્સીકમ લાંબી સ્લાઇ મા સમારેલા
  10. 1/4 કપ ફણગાવેલા મગ
  11. 1ટેબલ સ્પૂન સોયાસોસ
  12. 1/2 ટેબલ સ્પૂન લસણની પેસ્ટ
  13. 1/2સ્પૂન આદું ની પેસ્ટ
  14. 1 સ્પૂન મરચાં ની પેસ્ટ
  15. 1ટી સ્પૂન વીનેગર
  16. 1 1/2 ટેબલ સ્પૂન તેલ
  17. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. મેંદા ના લોટ મા નીમક અને લેમન જયુસ નાખી મીક્સ કરી લો અને થોડો કઠણ લોટ બાંધવો. 10 મીનીટ ભીંના કપડાં મા વીંટી ને રાખી દેવો.
  2. હવે લોટ માંથી નાના પુરી જેવડા લૂવા કરી લો.
  3. પછી એક લૂવુ લઇને સહેજ વણી લો પછી તેમાં તેલ લગાવીને બીજું લુવૂ પણ એજ સાઇજ નું વણી તેલ લગાવેલા લુવા ઉપર સહેજ લોટ છાંટી દબાવી દો.
  4. આવી રીતે બધાં લૂવા મા તેલ લગાવીને તૈયાર કરી લો હવે આ લુવા માંથી પુરી થી થોડી મોટી સાઇજની પાતડી રોટલી વણી લો.
  5. આ રોટલી ને 30 સેકન્ડ જેવું તવી ઉપર સેકી લો ગરમ હોય ત્યારે ખોલશો એટલે બે પડ જુદા પડી જશે.
  6. આવી રીતે બધાં લુવા બનાવી લો .આ તૈયાર છે તમારી સ્પીગરોલ ની સીટ.
  7. મસાલા માટે :hibiscus:
  8. તેલ ગરમ કરી તેમાં લસણની પેસ્ટ અને સમારેલી ડુંગળી નાખી ફાસ્ટ ગેસ ઉપર સાંતળવું .
  9. હવે સમારેલી કોબી ગાજર અને કેપ્સીકમ નાખી ફાસ્ટ ગેસ ઉપર સાંતળવું. હવે આદુ મરચાં ની પેસ્ટ નાખી નીમક સ્વાદ અનુસાર નાખી ફણગાવેલા મગ નાખી ફાસ્ટ ગેસ ઉપર મીક્સ કરવાનું .
  10. હવે વીનેગર અને સોયાસોસ નાખી બધું સ્વાદ અનુસાર નાખી મીક્સ કરી લો. શાકભાજી ને વધારે ચડવા નહીં દેવાના.
  11. હવે મેંદા નો લોટ બે ચમચા લઇને તેમાં થોડું પાણી નાંખી લઇ તૈયાર કરી લો.
  12. હવે સ્પીરીગ રોલ ની સીટ લઇને તેમાં એક ટેબલ સ્પૂન જેટલો મસાલો ભરી સાઇડની કીનારી મા મેંદા ની લઇ લગાવીને સ્પીગરોલ રોલ વાળી લો. આવી રીતે બધાં સ્પીગરોલ બનાવી લો.
  13. હવે તેલ ગરમ કરીમીડીયમ ગરમ થાય એટલે સ્પીગરોલ ક્રીસપી તળવા ના.
  14. હવે તૈયાર છે સ્પીગરોલ તમારાં ફેવરીટ સોસ સાથે સર્વ કરો ગરમાગરમ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર