હોમ પેજ / રેસિપી / સ્પ્રિંગ રોલ્સ

Photo of Spring rolls by Shraddha Patel at BetterButter
356
3
0.0(0)
0

સ્પ્રિંગ રોલ્સ

Jan-02-2019
Shraddha Patel
10 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્પ્રિંગ રોલ્સ રેસીપી વિશે

અહીં સ્પ્રિંગ રોલ્સ મા નુડલ્સ નાખી ને બનાવેલા છે. ટેસ્ટ મા ખુબ જ સરસ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ચાઇનીઝ
  • તળવું
  • સાઈડ ડીશેસ

સામગ્રી સર્વિંગ: 4

  1. એક કપ મેંદો
  2. જરૂર મુજબ પાણી
  3. સ્વાદ પ્રમાણે મીઠું
  4. મૌણ માટે 2 ચમચી તેલ, તળવા માટે તેલ, વઘાર માટે તેલ 4 ચમચી
  5. 1ગાજર જુલિયન મા કાપેલ
  6. એક નાનું કેપ્સિકમ જુલિયન મા કાપેલ
  7. 1/4 કપ કોબી જુલિયન મા કાપેલ
  8. એક નંગ ડુંગળી જુલિયન મા કાપેલ
  9. 4 ચમચી લીલી ડુંગળી ના પાન કાપેલ
  10. 1 ચમચી સોયા સૉસ
  11. 1 ચમચી ગ્રીન ચીલી સૉસ
  12. 1 ચમચી રેડ ચીલી સૉસ
  13. 1/2 કપ નુડલ્સ બાફેલી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ નુડલ્સ ને મીઠું નાખી ને બાફી લો.
  2. મેંદા ને ચાળી મીઠું અને મોંણ નાખી પાણી થી રોટલી જેવી કણક બાંધી લો.
  3. કણક માંથી બે પડ વાળી પાતળી રોટલી બનાવી લો. વચ્ચે કોરો લોટ અને તેલ લગાવવું.
  4. રોટલી ને તવા પર કાચી પાકી શેકી લો પછી પડ ખોલી લો.
  5. હવે એક કઢાઈ મા તેલ મૂકો. ઊંચી આંચ રાખવી પછી ડુંગળી સાંતળો.
  6. ત્યારબાદ ગાજર, કેપ્સિકમ, કોબીજ નાખી મીઠું નાખો, બધા સૉસ નાખી સાંતળો.
  7. ત્યારબાદ નુડલ્સ નાખી મિક્સ કરી લો અને ઉપર થી લીલી ડુંગળી ના પાન નાખો.
  8. હવે રોટલી ની વચ્ચે મિશ્રણ મૂકી બધી સાઈડ લોટ ની સ્લરી થી પેક કરી રોલ્સ વાળી લો.
  9. બધા રોલ્સ ને ગરમ તેલ મા તળી લો. ક્રોસ મા કટ કરી લો અને સૉસ સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર