હોમ પેજ / રેસિપી / પપૈયા લાડડુ

Photo of PAPAYA LADOO by Deepa Rupani at BetterButter
391
6
0.0(0)
0

પપૈયા લાડડુ

Jan-02-2019
Deepa Rupani
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પપૈયા લાડડુ રેસીપી વિશે

પપૈયા ના ગુણ થી આપણે સૌ જાણકાર છીએ જ. પાકા પપૈયા ને આપણે ફળ તરીકે તો ખાઈએ જ છીએ તથા કોઈ વાર સ્મૂધી અથવા શેક બનાવીએ છીએ. આજે આપણે તેના લાડુ બનાવીસુ..જે સ્વાદિષ્ટ તો છે જ સાથે સાથે બીજી મીઠાઈ ની સરખામણી માસ્વાસ્થ્યપ્રદ પણ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 કપ ખમણેલું પાકું પપૈયા
  2. 1/3 કપ ખાંડ
  3. 1/4 કપ કોપરા નો ઝીણો ભૂકો
  4. 1/2 tsp એલચી પાવડર
  5. 2 tbsp બદામ ની કતરણ
  6. 2 tbsp પિસ્તા ની કતરણ
  7. 1 tsp ઘી

સૂચનાઓ

  1. ઘી ગરમ મૂકી પપૈયા છીણ ને સાંતળો. જ્યારે પાણી પૂરું બળી જાય ત્યારે ખાંડ નાખો.
  2. હવે ખાંડ નું પાણી બળી જાય ત્યાં સુધી પાછું સાંતળો, હલાવતા રહેવું.
  3. જ્યારે બધું પાણી બળી જાય, પપૈયા ચડી જાય એટલે લચકા જેવું થઈ જશે, ત્યારે બદામ, કોપરું, એલચી નાખી સરખી રીતે મિક્સ કરી લેવું.
  4. ગેસ બંધ કરી તેને એકદમ ઠંડુ થવા દેવું.
  5. ઠંડુ થઈ જાય એટલે હથેળી ચીકણી કરી, લાડુ બનાવી, પિસ્તા ની કતરણ માં રોલ કરી ને ફ્રીઝ માં રાખવા.
  6. ઠંડા પીરસવા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર