હોમ પેજ / રેસિપી / ફોનડેન્ટ કપલ કેક

Photo of Fondant couple cake by Urvashi Belani at BetterButter
505
9
0.0(0)
0

ફોનડેન્ટ કપલ કેક

Jan-02-2019
Urvashi Belani
1440 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફોનડેન્ટ કપલ કેક રેસીપી વિશે

આ રેસીપી માં વેનીલા કેક બનાવી તેની પર ફોનડેન્ટ બનાવી કવર કર્યું છે અને ચોકલેટ ના કપલ બનાવી તેને વચ્ચે મૂકી સજાવ્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • મિશ્રણ
  • બેકિંગ
  • ફ્રીઝ કરવું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 8

  1. 11/2 કપ મેંદો
  2. 1 ચમચી બેકિંગ પાવડર
  3. 1/4 ચમચી બેકિંગ સોડા
  4. 1 કપ પીસેલી ખાંડ
  5. 1/2 કપ બટર
  6. 1/2 કપ મિલ્ક પાવડર
  7. 1 કપ દુધ
  8. 1/2 ચમચી વેનીલા એસેન્સ
  9. 1 કપ વિહપ્ડ ક્રીમ
  10. ફોનડેન્ટ બનાવવા માટે:
  11. 6 ગ્રામ અગર અગર (1/2 કપ પાણી માં પલાળી રાખવું)
  12. 1 ટી સ્પૂન બટર
  13. 1/4 કપ કોર્ન સીરપ
  14. 1/2 ચમચી મિક્સ ફ્રુટ એસેન્સ
  15. 4 કપ આઇસિંગ સુગર
  16. 1 થી 2 ટીપા વાદળી ફૂડ જેલ કલર
  17. 1/2 ડાર્ક ચોકલેટ (કપલ બનાવવા માટે)

સૂચનાઓ

  1. કેક બનાવવા માટે મેંદો, બેકિંગ પાવડર, બેકિંગ સોડા ને છાણી લો
  2. બટર અને ખાંડ ને મિક્સ કરી બીટ કરો, તેમાં મિલ્ક પાવડર એસેન્સ નાખી બીટ કરો, હવે તેમાં થોડું થોડું દૂધ અને થોડી થોડી સુખી સામગ્રી નાખી બીટ કરતા જાઓ.
  3. મિક્સ થઈ ગયા પછી 5 મિનિટ બીટ કરો અને ગ્રીસ કરેલા પોર્ટ માં નાખી પ્રિહિટ ઓવન માં 180 ડિગ્રી પર 35 થી 40મિનિટ માટે બેક કરો.
  4. ઠંડુ થાય ત્યારે તેને ત્રણ સ્લાઈસ માં કાપી દો, અને ત્રણે સ્લાઈસ પર સુગર સીરપ નાખો
  5. ફોનડેન્ટ બનાવવા માટે અગર અગર ને ગરમ કરવા મુકો, જ્યારે બરાબર ગળી જાય ત્યારે તેમાં બટર અને કોર્ન સીરપ નાખી ગેસ બન્દ કરી દો હવે એસેન્સ નાખી મિક્સ કરો
  6. હવે તેમાં ધીરે ધીરે આઇસિંગ સુગર નાખી લોટ બાંધી દો અને પ્લાસ્ટિક થી કવર કરી 1 દિવસ માટે ફ્રીઝ માં મૂકી દો
  7. વહીપ્ડ ક્રીમ ને 10 થી 12 મિનિટ માટે બીટર થી બીટ કરો.
  8. કેક બોર્ડ પર થોડી ક્રીમ લગાવી પહેલી સ્લાઈસ મુકો, પછી તેને ક્રીમ થી કવર કરો, આ રીતે ત્રણે સ્લાઈસ ને એક પછી એક મુકો અને આખા કેક ને પણ આખું ક્રીમ થી કવર કરી દો પછી થોડી વાર ફ્રીઝ માં મુકો.
  9. ફોનડેન્ટ ને ફ્રીઝ માંથી કાઢી થોડું મસળી દો અને હવે તેમાં કલર નાખી એક સરખું કરી દો.
  10. ફોનડેન્ટ ને વેલણ થી વણી લો અને આખા કેક પર કવર કરી દો.
  11. ઉપર ચોકલેટ કપલ મૂકી, મનગમતું ડેકોરેશન કરો.
  12. ચોકલેટ કપલ બનાવવા માટે ડાર્ક ચોકલેટ ને ડબલ બોએલર માં મેલ્ટ કરી દો, પછી પ્લાસ્ટિક કોન માં નાખી દો
  13. બટર પેપર પર દોરેલા કપલ મુજબ ચોકલેટ કોન થી આકાર આપી 15 મિનિટ ફ્રીઝર મુકો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર