BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ચીઝી કોળું

Photo of cheese pumpkin by Kalpana Parmar at BetterButter
0
8
0(0)
0

ચીઝી કોળું

Jan-03-2019
Kalpana Parmar
15 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીઝી કોળું રેસીપી વિશે

સફેદ કોળું ને પીળું કોળું બંને ખાવામાં ખુબ હેલ્થી છેપણ આપે રોજિંદા જમવામાં ખુબ ઓછ વાપરતા હોઈએ છે પણ આ રીતે બનાવવા માં આવે તો મેહમાનો તેમજ ઘરના બન્ને પસંદ કરે કરે છે ...

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • બેકિંગ
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ મેદો
  2. 1 નાની ચમચી ડ્રાય ઈસ્ટ
  3. 1 મોટી ચમચી ખાંડ
  4. 1 નાની ચમચી ઓલિવ ઓઇલ
  5. 1 મોટી ચમચી મિલ્ક પાવડર
  6. 1/2 કપ કોળા ની પ્યૂરી
  7. મીઠું
  8. 1/2 કપ હુંફાળું પાણી
  9. પૂરણ માટે
  10. 1/2 કપ પનીર ખમણેલું
  11. 2 મોટી ચમચી સિમલા મરચાં ઝીણા સમારેલાં
  12. 2 મોટી ચમચી ડુંગરી સમારેલી
  13. 2 મોટી ચમચી ગાજર ઝીણું સમારેલું
  14. 1 મોટી ચમચી આદુ લસણ ની પેસ્ટ
  15. 1 મોટી ચમચી લીલા મરચાની પેસ્ટ
  16. 2 મોટી ચમચી લીલા ધાણા સમારેલા
  17. 2 મોટી ચમચી મોઝરેલા ચીઝ
  18. 1 લીંબુ નો રસ
  19. 1 નાની ચમચી ગરમ મસાલો
  20. મીઠું
  21. 1/4 કપ લીલી ચટણી

સૂચનાઓ

  1. પીળાં કોળા ને સાફ કરીને કટ કરીને સ્ટીમ કરી ને મેસ કરી પ્યુરી બનાવી લો
  2. 1/4 કપ હુંફાળા પાણી માં ડ્રાય ઈસ્ટ ને ખાંડ નાખીને 5 મિનિટ ઢાંકીને રાખો
  3. મેંદામાં મીઠું મિલ્ક પાવડર કોળા ની પ્યુરી ઓલિવ ઓઇલ ને ઈસ્ટ નું પાણી નાખીને લોટ બાંધીને 30 મિનિટ માટે ઢાંકીને ડબલ થવા રાખી દો
  4. પનીર માં ડુંગરી ગાજર સિમલા મરચાં આદુ લસણ ની પેસ્ટ લીલા મરચાં ની પેસ્ટ ચીઝ લીલા ધાણા લીંબૂ નો રસ મીઠું નાખીને બધું મિક્સ કરી ને 6 સરખાં ગોળા વારી લો
  5. લોટ માંથી 6 ગોળા વારી લો
  6. તેમાંથી નાની પુરી વણી લોતેની ઉપર 1/2 નાની ચમચી લીલી ચટણી લગાવો
  7. તેના પસાર પનીર ના ગોળા નાખીને બંધ કરી ગોળા બનાવી લો
  8. એક દોરો લો દોરા થી ગોળા પર 6 સાઇડ બાંધીને કોળા નો શેપ આપો
  9. 10 મિનિટ માટે ઢાંકીને રાખો પ્રીહિત ઓવન માં 170 ડીગ્રી પાર 20 મિનિટ માટે બેક કરો બેક થયા પછી બટર થી બ્રશ કરો ગરમ ગરમ સર્વ કરો ...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર