હોમ પેજ / રેસિપી / દાબેલી ફ્લાવર બન

Photo of Dabeli Flower Bun by Kalpana Parmar at BetterButter
779
7
0.0(0)
0

દાબેલી ફ્લાવર બન

Jan-03-2019
Kalpana Parmar
45 મિનિટ
તૈયારી નો સમય
21 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દાબેલી ફ્લાવર બન રેસીપી વિશે

ફ્લાવર આકાર ના બન પાર્ટી અથવા મેહમાન અને બાળકો માટે સારી રેસીપી છે દાબેલી તો આપે સૌ ખાતા હોય છે બન જુદા સેપ માં બનાવી મેહમાન ને સરપરાઇઝ કરો ..

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • બેકિંગ
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 કપ મેદો
  2. 1 નાની ચમચી ડ્રાય ઈસ્ટ
  3. 1 મોટી ચમચી ખાંડ
  4. 1 નાની ચમચી ઓલિવ ઓઇલ
  5. 1 મોટી ચમચી મિલ્ક પાવડર
  6. મીઠું
  7. 1/2 કપ હુંફાળું દૂધ
  8. 2 બાફેલા બટાકા
  9. 2 મોટી ચમચી ડુંગરી ઝીણી સમારેલી
  10. 2 ચમચી ખાંડ
  11. 1 મોટી ચમચી દાબેલી મસાલો
  12. 1 મોટી ચમચી આદુ મરચાની પેસ્ટ
  13. 1 મોટી ચમચી સીંગદાણા નો ભૂકો
  14. 1 નાની ચમચી લીંબુ નો રસ
  15. 1 મોટી ચમચી લીલા ધાણા સમારેલાં
  16. 2 મોટી ચમચી બટર
  17. સ્વાદ પ્રમાણે મીઠું

સૂચનાઓ

  1. 1/4 કપ હુંફાળા દૂધ માં ડ્રાય ઈસ્ટ ને ખાંડ નાખીને 5 મિનિટ ઢાંકીને રાખો
  2. મેંદામાં મીઠું મિલ્ક પાવડર ઓલિવ ઓઇલ ને ઈસ્ટ નું મિશ્રણ નાખીને જરૂર મુજબ દૂધ થી લોટ બાંધીને 30 મિનિટ માટે ઢાંકીને ડબલ થવા રાખી દો
  3. એક પેન માં બટર ગરમ કરી તેમાં ડુંગરી ને સાંતરી લો
  4. તેમાં આદુ મરચાં ની પેસ્ટ નાખી સાતરો બાફેલા બટાકા મેસ કરીને ઉમેરો દાબેલી મસાલો મીઠું લીંબુ નો રસ ખાંડ સીંગ દાણાનો ભૂકો ને લીલા ધાણા નાખીને ગેસ બંધ કરી પૂરણ ને ઠંડુ થવા દો
  5. લોટ માંથી મોટી પુરી વણી લો તેને ચોરસ માં કટ કરી લો
  6. ચોરસ માં વચ્ચે 1/2 ઇંચ છોડી ને ચાર કટ આપો ચારે ખાના માં 1 નાની ચમચી દાબેલી નો માવો મુકો
  7. ચારે ચાર ભાગ ના તરેને ખૂણા ભેગા કરીને દબાવી લો
  8. વચ્ચે થી પણ ચારે ભાગ ને દબાવી ને જોડી દો 10 મિનિટ રેસ્ટ આપો
  9. પ્રિહિટ ઓવનમાં 170 પર 15 મિનિટ બેક કરી લો.
  10. બેક થાય પછી બટર થી બ્રશ કરી લો લીલી ચટણી ને સોંસ સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર