BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / બિસ્કીટ કોનૅ સેવપુરી ચાટ

Photo of Biscuit Corn Sev Puri Chaat by Bharti Khatri at BetterButter
0
8
0(0)
0

બિસ્કીટ કોનૅ સેવપુરી ચાટ

Jan-03-2019
Bharti Khatri
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બિસ્કીટ કોનૅ સેવપુરી ચાટ રેસીપી વિશે

બિસ્કીટ કોનૅ સેવપુરી બાળકો માટે જન્મદિવસ ની પાર્ટી મા કીટ્ટી પાર્ટી મા બનાવી શકાય છે. બિસ્કીટ પર બાફેલા બટાકા અને મકાઈના દાણા મા મીંઠુ અને ચાટ મસાલો મિક્સ કરી મુકી તેના પર કાચી કેરી ના ટુકડા મૂકી લસણની ચટણી, ફુદીના કોથમીર ની ચટણી અને ખજૂર આંબલી ની ચટણી બાટાકા મકાઈના મિશ્રણ પર મૂકી ઝીણી સેવ ભભરાવી ને પિરસવા મા આવે છે અને તે બાળકો સાથે વડીલો ને પણ ખુબ પસંદ આવે છે આપ સૌને પણ ખુબ જ પસંદ આવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • બાફવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ પેકેટ ગોળ મીંઠા વાળા બિસ્કીટ
  2. ૨ બાફેલા બટાકા
  3. ૧/૨ કપ મકાઈના દાણા
  4. ચાટ મસાલો સ્વાદમુજબ
  5. ૧/૨ ચમચી લાલ મરચુ પાઉડર
  6. ૧/૨ કપ લાલ મરચા લસણ ની ચટણી
  7. ૧/૨ કપ ખજૂર આંબલી ની ચટણી
  8. ૧/૨ કપ ફુદીના કોથમીર ની ચટણી
  9. ૧ કાચી કેરી ઝીણી કાપેલી
  10. ૧ કપ દાડમદાણા
  11. ૧ કપ ઝીણી સેવ

સૂચનાઓ

  1. બાફેલા બટાકા મા મકાઈના દાણા લાલ મરચુ પાઉડર, મીંઠુ અને ચાટ મસાલો મિક્સ કરી લેવો.
  2. હવે બિસ્કીટ ગોઠવી તેના પર બટાકા મકાઈ ના દાણા નુ મિશ્રણ મુકવું.
  3. હવે તેના પર કોથમીર ફુદીના ની ચટણી મુકવી.
  4. હવે ખજૂર આંબલી ની ચટણી મુકવી.
  5. હવે તેના પર કાચી કેરી ના ટુકડા મુકવા.
  6. હવે પિરસવા ની પ્લેટ મા મિશ્રણ મૂકેલ બિસ્કીટ મુકી તેના પર સેવ ભભરાવી અને દાડમના દાણા મૂકી ચટણી થી સજાવી ને પિરસવુ. તૈયાર છે ઝટપટ બિસ્કીટ કોનૅ સેવપુરી ચાટ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર