હોમ પેજ / રેસિપી / સેવ ઉસળ બાસ્કેટ ચાટ

Photo of Sev usal basket chaat by Urvashi Belani at BetterButter
326
9
0.0(0)
0

સેવ ઉસળ બાસ્કેટ ચાટ

Jan-03-2019
Urvashi Belani
420 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેવ ઉસળ બાસ્કેટ ચાટ રેસીપી વિશે

આ રેસીપી માં સેવ ઉસળ ને મેંદા ની બાસ્કેટ બનાવી તેની અંદર ભરી ને કઈક અલગ રીતે સર્વ કર્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • પ્રેશર કુક
  • તળવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 5

  1. લોટ બાંધવા માટે
  2. 1 કપ મેંદો
  3. 4 ચમચા તેલ
  4. સ્વાદાનુસાર નમક
  5. 1/2 ચમચી અજમો
  6. તળવા માટે તેલ
  7. ઉસળ બનાવવા માટે:
  8. 1 કપ વટાણા
  9. 2 ચમચા તેલ
  10. 1 ડુંગળી ની પેસ્ટ
  11. 1 ચમચી વાટેલા આદુ લસણ મરચા
  12. 2 ટામેટા ની પેસ્ટ
  13. 3 ચમચી સેવ ઉસળ મસાલો
  14. 1/2 ચમચી લાલ મરચું
  15. સ્વાદાનુસાર નમક
  16. 1/4 ચમચી હળદર
  17. 1 લીંબુ નો રસ
  18. કોથમીર
  19. સર્વ કરવા માટે
  20. સેવ
  21. પાવ
  22. કોથમીર ની ચટણી
  23. આમલી ની ચટણી
  24. દહીં
  25. ટામેટું નાના ટુકડા માં કાપેલું
  26. ડુંગળી નાના ટુકડા માં કાપેલી

સૂચનાઓ

  1. મેંદા માં નમક, અજમો ,તેલ નાખી લોટ બાંધી લો અને 1/2 કલાક ઢાંકી ને મૂકી દો.
  2. હવે આ લોટ માંથી એક લુઓ લઈ રોટલી વણી લો, પછી લાંબી પટ્ટી માં કાપી લો.
  3. એક એક પટ્ટી લઈ તેને ગ્રીસ કરેલી કટોરી ચાટ ના મોલ્ડ માં બાસ્કેટ ની જેમ ડિજાઇન બનવી લો.
  4. હવે તેને કટોરી મોલ્ડ સાથે ગરમ તેલ માં ગોલ્ડન થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો. આ રીતે બધી બાસ્કેટ બનાવી લો.
  5. ઉસળ માટે વટાણા ને 6 થી 7 કલાક પલાળી પછી 4 થી 5 સિટી વગાડી બાફી લો.
  6. હવે તેલ ગરમ કરી ડુંગળી ની પેસ્ટ નાખો, વાટેલી પેસ્ટ નાખો
  7. થોડું ગોલ્ડન થાય ત્યારે તેમાં ટામેટા ની પેસ્ટ અને બધા મસાલા અને લીંબુ નો રસ નાખી મિક્સ કરો.
  8. થોડી વાર પછી બાફેલા વટાણા અને જરૂર મુજબ પાણી નાખી ઉકળવા મુકો, 5 મિનિટ સિમ આચ પર રાખી ગેસ બન્દ કરી દો અને કોથમીર નાખી દો.
  9. પીરસતી વખતે બાસ્કેટ માં ઉસળ નાખી, દહીં, ચટણીઓ, ટામેટું, ડુંગળી અને સેવ નાખી પાવ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર