હોમ પેજ / રેસિપી / રગડા પેટીસ

Photo of Ragda Pettis by Kavi Nidhida at BetterButter
1071
5
0.0(0)
0

રગડા પેટીસ

Jan-04-2019
Kavi Nidhida
12 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રગડા પેટીસ રેસીપી વિશે

આજે બધાને ભાવતી અને ડિનર પાર્ટી ને યોગ્ય વાનગી રગડા પેટીસ.

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • ધીમે ધીમે ઉકાળવું
  • બાફવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. પેટીસ માટે, 500 ગ્રામ બટેટા,
  2. 1 ટી સ્પૂન આદુ મરચાની પેસ્ટ,
  3. 1 ટી સ્પૂન લસણની પેસ્ટ,
  4. મીઠું, ગરમ મસાલો, ધાણાજીરું
  5. 1 ટી સ્પૂન દળેલી ખાંડ,
  6. 1 ટી સ્પૂન આમચૂર,
  7. 2 ટેબલ સ્પૂન બ્રેડ ક્રમ્સ,
  8. થોડી કોથમરી
  9. 1 ટી સ્પૂન કોપરાનું ખમણ,
  10. રગડા માટે..
  11. 250 ગ્રામ સફેદ વટાણા,
  12. 1 ટી સ્પૂન આદુ મરચાની પેસ્ટ,
  13. 1 ટી સ્પૂન લસણ ની પેસ્ટ,
  14. હળદર, મીઠું, ધાણાજીરું
  15. ગોળ, લીંબુ નો રસ,
  16. ½ ટી સ્પૂન ગરમ મસાલો
  17. લીમડો, કોથમરી
  18. વઘાર માટે તેલ,રાઈ, જીરુ,હિંગ,
  19. સેવ, દાડમ ના દાણા,
  20. ઝીણી સમારેલી ડુંગળી,
  21. ખાટી મીઠી અને લીલી ચટણી.

સૂચનાઓ

  1. બટેટા અને વટાણા ને જુદા જુદા બાફી લો,
  2. બટેટા ને છૂંદી તેમાં બધો મસાલો નાખી પેટીસ વાળી તવા પર શેલો ફ્રાય કરી લો,
  3. એક વાસણમાં બાફેલા વટાણા માં જરૂરી પાણી અને બધા મસાલા નાખી ઉકાળી લો,
  4. વઘારિયામાં તેલ ગરમ કરી તેમાં રાઈ અને જીરુ નાખી તતડે એટલે હિંગ નાખી વઘાર રગડામાં રેડી દો.
  5. એક પ્લેટ માં પેટીસ મૂકી ઉપર રગડો રેડો, તેના પર ખાટી મીઠી ચટણી, લીલી ચટણી, ડુંગળી, કોથમરી, સેવ અને દાડમ ના દાણા નાખી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર